________________
મકાન સળગે ત્યારે કાંઈ તમે સળગી જતા નથી. મકાન કરતાં તમને તમારી જાત વધુ પ્રિય છે. પણ અહીં આ વાત ભૂલાઈ જાય છે. આત્માથી શરીર પ્યારું લાગે છે.
આપણે બધા દર્દી છીએ, સાધુ કે સંસારી – બધાની અહીં ટ્રીટમેન્ટ ચાલે છે. અમે સાધુ હોસ્પિટલમાં દાખલ થયા છીએ. અમને અમારો રોગ ખૂબ જ ખતરનાક – સીરીયસ લાગ્યો છે. તમે શ્રાવકો ઘેર રહીને દવા લો છો.
દર્દીએ ડૉ.નું માનવું પડતું હોય છે. દવાન લે, અપથ્ય ન છોડે તો દર્દકેમ જાય? અહીં પણ યથાવિહિત વ્રત – નિયમાદિનું પાલન ન થાય તો કર્મરોગ શી રીતે
જાય?
દરેક વાતમાં તીર્થકરોને શાસ્ત્રને, આગળ રાખો. તો જ ધર્મ - કાર્યની સિદ્ધિ થશે.
शास्त्रे पुरस्कृते तस्माद्, वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्माद्, नियमात् सर्वसिद्धयः ।।
- જ્ઞાનસાર, શાસ્ત્રાષ્ટક. સખ્યત્વી દરેક સ્થળે ભગવાનને, ભગવાનના શાસ્ત્રને આગળ રાખ્યા વિના ન રહે. પહેલા શાસ્ત્ર નથી, પહેલા ભગવાનનો પ્રેમ છે. માટે જ પ્રથમ દર્શન, પૂજા છે. એ પ્રભુ પ્રેમના પ્રતીકો છે. પછી ભગવાનના શાસ્ત્રો પણ ગમવા લાગશે.
જેને ભગવાન ન ગમ્યા તેને ભગવાનના શાસ્ત્રો નહિ જ ગમે. એ પંડિત થઈને ભલે વાંચે, પણ પ્રભુ સાથે અનુસંધાન નહિ જોડી શકે. માટે જ ચાર યોગમાં પ્રથમ (૧) પ્રીતિયોગ (૨) ભક્તિયોગ છે. પછી ત્રીજા નંબરે વચનયોગ છે.
પહેલા ભગવાન સાથે પ્રેમ કરો. પછી શાસ્ત્રપર પ્રેમ પેદા થશે, આજ્ઞાનો પ્રેમ પેદા થશે. ભગવાન સાથે પ્રેમર્યા વિના આજ્ઞા... આજ્ઞા... શાસ્ત્ર... શાસ્ત્રની વાત બકવાસ માત્ર છે. * સ્થાન, વર્ણાદિ યોગો પણ પ્રભુપ્રેમ હોય તો જ સફળ બને. ભગવાન સાથે અભેદ સાધવો હોય તો દેહનો અભેદ છોડવો પડશે.
એક ખાસ વાત- જે વખતે જે ક્રિયા કરતા હોઈએ તે વખતે તમારી સંપૂર્ણ ઉપયોગ તેમાં જ હોવો જોઈએ. તો જ ક્રિયા ફળદાયી બને. આવી ક્રિયાપ્રણિધાનપૂર્વકની કહેવાય
આપણો લોભ ગજબનો છે. ઓઘોય બાંધીએને બીજા બે-ચારકામ સાથે કરતા
૧૮૪ ...
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org