________________
દ્રવ્યચારિત્રવાળો અહીં પણ તોફાન કરે.
યા તો દેહ સાથે અભેદ સાધો,
* યા તો દેવ સાથે અભેદ સાથો. બેમાંથી ક્યાંક તો એકતા કરવાની જ છે. ક્યાં એકતા કરવી છે ?
દેહને પસંદ કરવો છે કે દેવને ? દેવ ખાતર દેહને છોડવો છે કે દેહ ખાતર દેવને છોડવો છે?
* બહિરાત્મદશા – હેય,
અંતરાત્મદશા – ઉપાદેય,
પરમાત્મદશા-સાધ્ય છે.
જ્યાં સુધી પરમાત્મદશા પ્રગટ ન થાય ત્યાં સુધી પરમાત્માને પ્રાણ-ત્રાણ અને આધાર સમજી ભજવા જોઈએ.
* શમ - સંવેગ - નિર્વેદ - અનુકંપાદિ લક્ષણો દેખાવા માંડે તો સમજવું ઃ મિથ્યાત્વનું જોર ઘટી રહ્યું છે, સમ્યક્ત્વનો સૂર્યોદય થઈ રહ્યો છે.
સમ્યક્ત્વને શુદ્ધ રાખવા દર્શનાચારોનું પાલન અતિ જરૂરી. પહેલો જ્ઞાનાચાર. કારણકે જ્ઞાનથી તત્ત્વ જણાય ને પછી તે પર શ્રદ્ધા થઇ શકે.
આત્માના મુખ્ય બે ગુણ. જ્ઞાન, દર્શન. તેમાં પણ જ્ઞાન જ પ્રધાન છે. ‘‘ગુણ અનંત આતમ તણા રે, મુખ્યપણે તિહાં દોય; તેહમાં પણ જ્ઞાન વડું રે, જેહથી દંસણ હોય રે..’’
– વિ. લક્ષ્મીસૂરિ. * આત્મનિરીક્ષણ કરતા રહીને રોજ જોવાનું છે ઃ દવાથી કેટલા અંશે દર્દ દૂર થયું ? ધર્મથી કર્મ કેટલે અંશે ગયા ?
દેહમાં રહીને જ દેહનો મોહ છોડવો એ જ મોટી આધ્યાત્મિક કળા છે. કેવળજ્ઞાન આ જ દેહમાં થશે. અયોગી ગુણસ્થાનક આ જ દેહમાં મળશે.
દેહને છોડવાનો નથી, પણ તેની આસક્તિ છોડવાની છે. કાશીમાં જઈ કરવત લેવાની ભગવાનની આજ્ઞા નથી. દેહમાં આત્મબુદ્ધિ છોડવાની ભગવાનની આજ્ઞા છે. મકાનમાં રહેનારો જેમ મકાનથી પોતાને અલગ જુએ છે, તેમ દેહથી સ્વને અલગ જુઓ. આ જ ખરી યોગકળા છે.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
S
For Private & Personal Use Only
૧૮૩
www.jainelibrary.org