________________
ઓહ...! મારા પ્રભુએ કેવો ઉત્તમ ધર્મ બતાવ્યો છે ! કેવી કરુણા ઝળકે છે પ્રત્યેક અનુષ્ઠાનમાં?
અહીં કોઈ ક્રિયા નાની નથી. કાજો કાઢવાની ક્રિયાથી પણ કેવળજ્ઞાન થાય.
* ઈર્યાસમિત સાધુને જોઈ ઈન્દ્ર પ્રશંસા કરી. અશ્રદ્ધાળુ દેવે પરીક્ષાર્થે રસ્તામાં કીડીઓ અને સામેથી દોડતો ગાંડો હાથી વિદુર્યો. સાધુ મરવા તૈયાર થયા, પણ કીડીઓ પર ન ચાલ્યા. હાથીએ ઉંચકીને વધારે કીડીઓવાળી ભૂમિ પર ફેંક્યા. તે વખતે પણ પોતાને વાગ્યું તેના નહિ, પણ કીડીઓ પ્રત્યેની કરૂણાવાળા વિચારો જોઈદેવ ઝૂકી પડ્યો અને માફી માંગી.
પડિલેહણના છ દોષોઃ * ૧) આરભડા – ઉર્દુ કરવું કે ઉતાવળે કરવું તે.
૨) સંમદ - મસળવું, ઉપાધિ પર બેસવું, છેડા વાળેલા હોવા. ૩) અસ્થાન સ્થાપના – અસ્થાને મૂકવું ૪) પ્રસ્ફોટના - ઝાટકવું. ૫) વિક્ષિપ્તા - પ્રતિલેખિત વસ્ત્રને ફેંકવું.
૬) વેદિકા - પાંચ પ્રકારે અવિધિપૂર્વક બેસવું. - આ છ પડિલેહણના દોષો છે. ભક્તિઃ જગ ચિંતામણિ, વીતરાગ સ્તોત્ર – લોગસ્સ, નમુત્થણું – લલિતવિસ્તરો, શાસ્તવ - ચૈત્યવંદન ભાષ્ય (૨૪ દ્વાર, ૨૦૭૪ પ્રકાર) (“સદ્ગોવાઢિ વિશુદ્ધ વુિં...'') ગુરુભક્તિમાં વાંદણા, ગુરુવંદનભાષ્ય, નવસ્મરણ વગેરે આપણા જૈનોના ભક્તિશાસ્ત્રો છે.
“બત્તી નિવરિદ્વાઇ... સિર્ફોતિ પુષ્યમિ મા ”
સૂયગડાંગમાં વીરસ્તુતિ અધ્યયન, (તેરાપંથીમાં માંગલિક તરીકે વપરાય છે.) થી મારણાંતિક કષ્ટો દૂર થાય છે.
જંબૂ સ્વામીએ પૂછ્યું: મેં મહાવીર સ્વામી નથી જોયા. આપે જોયા છે તો આપ વર્ણવો. આના જવાબમાં સુધર્માસ્વામીએ ભગવાન મહાવીર સ્વામીનું આબેહૂબ વર્ણન ક્યું છે તે સૂયગડાંગમાં વરસ્તુતિ અધ્યયન તરીકે સમાવિષ્ટ છે.
તમારી પાસે બુદ્ધિ છે, લખવાની શક્તિ છે તોઆબધાનું સંકલન કરીને ભક્તિશાસ્ત્ર
.... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org