________________
પંક્તિમાં ક્યાં બેસે?.
આવા યુગમાં આટલા દીક્ષિત થાય છે તે પણ સૌભાગ્યની વાત છે. મોટા વેપારીઓ વગેરે સુખેથી ભોજન પણ કરી શકતા નથી, મળેલું સુખ પણ ભોગવી શકતા નથી. નથી મળ્યુંની ચિંતામાં જે છે તે પણ ચાલ્યું જાય છે, એવી ચિન્તાવાળો દીન હોય, પેટ ભરવા પૂરતું પણ ઘણાને ન હોય, ઘણાને વ્યાજની ચિંતા હોય.
ઉપરથી ઘણા સારા દેખાતા અંદરથી ખોખલા થઈ ગયેલા હોય. અમારી પાસે વેદના ઠાલવે ત્યારે ખ્યાલ આવે.
આને પુણ્યોદય કહીશું તો પાપોદય કોને કહીશું?
જેના દ્વારા અનાસક્તિ મળે, સંલેશન હોય, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. દા.ત. શાલિભદ્ર, ધન્નાજી આદિ.
અધ્યાત્મસાર : ભઠન ભગવાનની ભક્તિ કદી જ નિષ્ફળ જતી નથી.
ભક્તિ વધેતેમ આત્માના આનંદની, આત્માનુભૂતિની શક્તિ વધે; એમદેવચન્દ્રજીનો સ્વાનુભવ છે.
બધું સુલભ છે, ભક્તિ દુર્લભ છે. માપુણ્યોદયે જ ભગવાન પર પ્રેમ જાગે, પછી ભક્તિ ઉભરાય, ત્યારબાદ તેમની આજ્ઞા પાળવાનું મન થાય.
પ્રભુ પ્રત્યેનો સાચો પ્રેમ ભક્તને સાધુ બનાવે, છેવટેપ્રભુ બનાવે એમાં નવાઈ શી?
ઈયળ ભમરીના ધ્યાનથી, ભમરી બને, તેમ પ્રભુનું ધ્યાન કરનારો પ્રભુ બને. આમ પણ કુદરતી નિયમ છે કે જેનું ધ્યાન કરે તે તેવો બને જ. જડનું ધ્યાન કરનારો એટલે સુધી “જડ બને કે એકેન્દ્રિયમાં પહોંચી જાય. આત્માની સૌથી અજ્ઞાનાવસ્થા એકેન્દ્રિયમાં છે. મરીને એવું ઝાડ બને, જે પોતાના મૂળ નિધાન પર ફેલાવે અમુક વનસ્પતિ માટે કહેવાય છે કે એના મૂળીયા નીચે નિધાન હોય છે.
આગમથી ભાવ નિક્ષેપે, જેટલા સમય સુધી તમે પ્રભુનું ધ્યાન ધરો છો, તેટલા સમય સુધી તમે પ્રભુ જ છો.
પેલી દીકરાની વહુએ આંગતુકને કહી દીધેલું શેઠ મોચીવાડે ગયા છે. ખરેખર તો શેઠ સામાયિકમાં હતા, પણ મન જોડામાં હતું, મોચીવાડામાં હતું, તેવહુ સમજી ગયેલી.
જ્યાં આપણું મન હોય, તે રૂપે જ આપણે હોઈએ છીએ.
૧૩૨ .. Jain Education International
.... કહે કલાપૂર્ણસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org