SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ થાય તે પુણ્ય. ગૃહસ્થને તો પળે-પળે સંકલેશ છે. સૌ પ્રથમ ગૃહસ્થને પૈસા જોઈએ. પૈસાની કોઈ ખાણ નથી. વેપાર, ખેતી કે મજૂરી બધે જ સખત મહેનત કરવી પડે છે. અહીં સંકલેશ નથી થતો ? પૈસા કમાતાં સંકલેશ ન થતો હોય, અશાંતિ ન જ થતી હોય, એવું કોઈ કહી શકશે ? સંકલેશ હોય ત્યાં દુઃખ એમ તમે જ કહ્યું. તો હવે ગૃહસ્થને પાપનો ઉદય ખરો કે નહિ ? ગમે તેટલું મળ્યું હોય છતાં હજુ વધારે મેળવવાની તૃષ્ણા છે, તે સંકલેશ ખરો કે નહિ ? ઈચ્છા, આસક્તિ, તૃષ્ણા આ બધા સંકલેશના જ ઘરો છે. સાધુને આવો સંકલેશ નથી હોતો, સર્વ પરિસ્થિતિમાં સંતોષ હોય છે. સંતોષ એ જ પ્રમ સુખ છે. જે લક્ષ્મીમાં આસક્તિ થાય તે પાપાનુબંધી પુણ્યના પ્રભાવે મળેલી છે, એમ માનજો. મૂર્છા સ્વયં દુઃખ છે. મૂર્છા મહાન સંકલેશ છે. આ અર્થમાં મોટા રાજા – મહારાજાઓ પણ દુઃખી છે. માણસ જેટલો મોટો, સંકલેશ પણ એટલો જ મોટો ! સંકલેશ મોટો તેટલું દુઃખ પણ મોટું ! મોટા રાજકારણીઓનું જીવન જોઈ લો. ‘શત્રુ રાજા ચડી આવશે તો ? ચલો, મોટો કિલ્લો બનાવીએ. શત્રુને હંફાવીએ.’ આવી ચિંતા અગાઊ રાજાઓને રહેતી. આજે હરીફ રાજકારણીને હરાવવા - ફાવવા, વોટ મેળવવા, પ્રતિપક્ષી દેશને હરાવવા, અણુબોંબ બનાવવા વગેરે અનેક સંકલેશો દેખાય જ છે. પ્રશ્ન : સાધુપણું આટલું ઉંચું હોવા છતાં તે લેનારા થોડા, તેનું કારણ શું ? ઉત્તર ઃ ભાઈ...! ઝવેરીની દુકાન ઓછી જ હોય. શાકભાજીની જ ઘણી હોય. છતાં એમાંય ઓછા સાધુઓમાં ઉચ્ચકોટિનું સાધુપણું પાળનારા બે – ત્રણ જ હોય. આ કાળ જ એવો છે. મહાવિદેહ ક્ષેત્રોમાં ક્રોડો છે. હું સંખ્યા – વૃદ્ધિના મતનો નથી. ન સચવાય તો રાખવા ક્યાં ? ઢોરો માટે તો પાંજરાપોળો છે, પણ અહીં પાંજરાપોળો નથી. પૂ. ભદ્રંકરવિજયજી પંન્યાસજીએ કહેલું : કોઈ બાબત માટે ચિન્તા નહિ કરવી. કેવળીએ જોયું છે તે જ થઈ રહ્યું છે. આપણે કેવળીથી પણ મોટા છીએ ? એમનાથી અન્યથા થવું જોઈએ, એવું વિચારનારા આપણે કોણ ? આજે ઘેર ઘેર T.V. છે. નાનપણથી જ T.V. જોનારી આજની પેઢી, અમારી કહે કલાપૂર્ણસૂરિ ........... Jain Education International For Private & Personal Use Only ...૧૭૧ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy