________________
૨૦૦૦ X ૩ યોગ = ૬૦૦૦
૬૦૦૦ x ૩ (કરણ, કરાવણ, અનુમોદન) = ૧૮ હજાર.
આ ૧૮૦૦૦ શીલાંગ છે. ૧૮ હજાર શીલાંગમાટે બીજી પણ અનેક રીતો છે. * તમે બીજાને અભયદાન આપો તો તમે સ્વયં નિર્ભય બનો જ.
પાલીતાણામાં કુંદકુંદવિજયજીએ કાલગ્રહણ લેવા હાથમાં મોરપીંછ લેતાં છૂપાયેલો સાપ ભાગ્યો. આજ્ઞાની પાછળના આ રહસ્યો છે.
આપણે આહારી, પ્રભુ અણાહારી છે. તપ કરતાં આપણે પ્રભુ સાથે સંબંધ બાંધીએ છીએ. આથી જ ઉપવાસના દિવસે મન તરત જ ચોટે છે. કારણ કે, ચિત્ત નિર્મળ હોય છે. તપ સાથે જપ કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે છે.
ભક્તિઃ
* દૂર રહેલા ભગવાનને હૃદયમાં ધારણ કરવાની કળા તે ભક્તિ. ભગવાન ગમે તેટલા સમર્થ હોય, પણ છેવટે ભક્તિને આધીન છે.
સર્વ જીવો પર ભગવાનની અનંત કરુણા વહી રહી છે. એમણે આપણી સાથે છેડો ફાડી નાખ્યો નથી. ફાડે પણ શી રીતે ? એમને ભગવાન બનાવનાર સર્વ જીવો જ છે. માટે આપણે ભક્તિ કરીએ અને ભગવાન તરફથી કોઈ પ્રતિભાવ ન આવે, એવુ બને જ નહિ.
ભક્ત હઠ પકડે તો ભગવાનને આવવું જ પડે. ખરેખર તો આવેલા જ છે. આપણે આવેલા ભગવાનને જાણતા નથી. ભક્ત હઠ દ્વારા આવેલા ભગવાનને ઓળખી લેવાની કળા સાધી લે છે.
અનુત્તર વિમાનવાસી દેવના પ્રશ્નનો જવાબ ભગવાન દ્રવ્ય મનને પ્રયોગ કરીને આપે, તો આપણને કોઈ જ જવાબ ન આપે, એવું બને જ શી રીતે ?
ભગવાન કાંઈ કૃષ્ણ કે મહાદેવના રૂપમાં નથી આવતા, પણ આનંદરૂપે આવે છે. ભગવાન આનંદમૂર્તિ છે, સચ્ચિદાનંદ છે. જ્યારે જ્યારે તમે આનંદથી ભરાઈ જાવ છો ત્યારે ત્યારે સમજી લેજો ઃ ભગવાને મારામાં પ્રવેશ ર્યો છે.
:
ભગવાનની શરત આટલી જ છે ઃ તમે મારા ધ્યાન વખતે બીજાનું ધ્યાન નહિ ધરતા. એકાગ્રપણે મારું જ ધ્યાન ધરશો તો હું આવવા તૈયાર જ છું. મેં ક્યારે ના પાડી ? ખરેખર તો તમારા કરતાં હું વધુ આતુર છું.
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
... ૧૨૯
www.jainelibrary.org