________________
બધા કહેશે.
હરિભદ્રસૂરિ કહે છેઃ હું ભગવાનને ઈચ્છાયોગથી. નમસ્કાર કરું છું: “નમસ્કાર હો!” નમસ્કાર કરનાર હું કોણ?
ઉત્તમમાં ઉત્તમ તક મળે, આરાધનાના અવસરો મળેતેકોના પ્રભાવે? ભગવાનના જ પ્રભાવે.
બાકી શરીરનો શો ભરોસો? હમણાં જ મુન્દ્રાથી સમાચાર આવ્યા છે કે એકનું B. P. Down થઈ ગયું છે. ક્યાં છે આપણા હાથમાં બધું?
નૈગમન ભગવાનનો નમસ્કારમાને નોકરઘોડો ખરીદ્યો, પણ ગણાયકોનો? શેઠનો જ.
પરમાત્માનું ધ્યાન કરતાં આત્મધ્યાન આવવાનું જ છે.
* ભોજનમાં ભૂખ ભાંગવાની શક્તિ જ ન હોય તો ભૂખ ભાંગે? ફોતરા ખાવાથી ભૂખ ભાંગે? ભગવાનમાં મોક્ષ આપવાની શક્તિ જ ન હોય તો મોક્ષ આપે?
બોધિ અને સમાધિ' તમને ભક્તિથી મળ્યા. તમે ભક્તિ કરી એટલે મળ્યા કે ભગવાને આપ્યા?
ભગવાનના સ્થાને બીજાની ભક્તિ કરો... બોધિ - સમાધિનહિ મળે.
હરિભદ્રસૂરિજીએ બધા જ દર્શનોનો યોગદૃષ્ટિ સમુચ્ચયમાં સમાવેશ કરીને જાણે કહ્યુંઃ જૈન દર્શન તો બધા જ દર્શનોને પીને બેઠું છે! * પ્રશ્નઃ “જયવીયરાયમાં માગનુસારી વગેરે માંગવામાં આવ્યા, પણ જેને તે મળી ગયું છે તે શું કામ “જયવીયરાય” બોલે ? ૬-૭ ગુણઠાણો રહેલો સાધુ... તેને માગનુસારિતાથી શું કામ ? ઉત્તરઃ એ ગુણોને નિર્મળ કરવા.
૧ ૨ ૨ ... Jain Education International
... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
For Private & Personal Use Only