________________
સમજો. નવકારમાં સામાન્ય જિનને નમન છે. લોગસ્સમાં નામગ્રહણ પૂર્વક વિશિષ્ટ જિનને નમન છે.
નામકીર્તન દ્વારા લોગસ્સમાં ભગવાનની ભક્તિ ગણધરો દ્વારા થયેલી છે. નમુત્થણે માં દ્રવ્ય-ભાવ જિનની અને અરિહંત ચેઇઆણું માં સ્થાપના જિનની સ્તુતિ
ભાવ જિન જેટલો ઉપકાર કરે, તેટલો જ ઉપકાર નામ - સ્થાપનાદિ જિન પણ કરે. ભાવજિન પણ બે પ્રકારે આગમ, નોઆગમ. સમવસરણસ્થ જિનનો ધ્યાતા પણ અમુક નયથી ભગવાન જ છે. જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે....”
ભક્તની ભક્તિ અને ભગવાનની શક્તિ, બન્ને મળે એટલે કામ થાય. ભક્તનો અનુરાગ વધે તેમ-તેમ ભગવાનનો અનુગ્રહ વધતો જ જાય.
યોગ્ય શિષ્ય દરેક વખતે ગુરુને આગળ કરે.
તેમ ભક્ત દરેક વખતે ભગવાનને આગળ કરે. આવશ્યક નિર્યક્તિમાં પ્રશ્ન છે નમસ્કાર કોનો ગણાય?
નમસ્કરણીય ભગવાનનો કે, નમસ્કાર કર્તા ભક્તનો?
નમસ્કરણીય ભગવાનનો ગણાય, પણ આપણે પોતાનો જ માની બેઠા છીએ. અમુક નયથી કરનારનો પણ ગણાય, પણ ભક્તની ભાષા તો આ જ હોયઃ ભગવાનનું જ બધું છે!
ભક્ત ભગવાનનું માને, પણ ભગવાન પોતાનું ન માને. આપણે ભગવાનનો નય પકડીને બેસી ગયા.
ગુરૂકહી શકે? મેં કશું નથી ક્યું
ભગવાન કહી શકેઃ “મેં કશું નથી કર્યું. જે તે તીર્થંકર નામકર્મ ખપાવવા હ્યું” પણ એ વાક્ય આપણને જરાય ન શોભે. એમનો નય (દષ્ટિકોણ) આપણે પકડી લઈએ તો કૃતજ્ઞ બની જઈએ.
“જે ધ્યાન અરિહંત કો, સો હી આતમધ્યાન..” આ શ્વેતાંબર સંઘની પ્રણાલિકા છે. આત્મ ધ્યાન નહિ, પ્રભુનું ધ્યાન કરું છું, એમ જ
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org