________________
વાચક ‘જસ' કહે સાહિબા, એ ગીતે તુમ ગુણ ગાઉંરે.....”
આત્માનુભવ આ જ જન્મમાં થવો જોઈએ. તો જ જીવનની સફળતા છે. ન મળે ત્યાં સુધી ઝંખના રહેવી જોઈએ. તડપન જોઈએઃ હજુ નથી મળ્યું? ક્યારે મળશે? ક્યારે મળશે? મારો સમય વ્યર્થ જઈ રહ્યો છે, આત્માનુભૂતિની ઝલક વિના.
કરોડ રૂપિયાની દુકાનમાં તમે વેપાર કરો કે પાનારમો? આત્માનુભૂતિ મળી શકે તેવા આ ભવમાં તે માટે પ્રયત્ન કરવો કે પશુ – સુલભ ભોગો માટે ?
* ૧૦મી ચીજ છે. વિજ્ઞાન - વિશિષ્ટ બોધ, જે ભગવાન આપે. ભગવાન ક્યારેક ગુરુના માધ્યમથી આવે છે, ક્યારેક બીજા કોઈ નિમિત્તથી પણ આવે છે.
હમણા નવસારીમાં રત્નસુંદર વિ. એ પૂછેલુંઃ ભગવાનની કરૂણા મારા પર છે, એમ હું શી રીતે માનું? મેં કહ્યું: “તમે દીક્ષા શી રીતે લીધી?”
શિબિરમાં ગયેલો, ભુવનભાનુ સૂરિએ પકડી લીધો. લીધી દીક્ષા.”
તમને જ કેમ પકડ્યા? બીજાને કેમ નહિ?” આ જ ભગવાનની કૃપા છે એ ગુરુના માધ્યમથી આવે છે. ગુરુ પણ આખરે તો ભગવાનના જ ને?”
* દુઃખ કરતાં સુખ ભયંકર છે. સાધ્ય ચૂકાય છે, અનુકૂળતા દ્વારા. આપણે પ્રતિકૂળતાથી ગભરાઈએ છીએ, ખરેખર એ જ મિત્ર છે. અનુકૂળતાથી આપણું સત્ત્વ દબાઈ જાય છે.
પોતાની નિંદા (દુષ્કત ગહ) સાંભળવી વગેરેમાં સત્ત્વ જોઈએ. “મધુમો સંસા, હિરોમો તસ૩'આવી સમજ ભગવાન આપે છે. આ જ વિજ્ઞાન છે. ગુરુ ચોવીસે કલાક સાથે ન રહે, પણ તેમણે આપેલું જ્ઞાન આપણી સાથે રહે વિવેક સાથે રહે, વિવેક - ચક્ષુ – પ્રદાતા ગુરુ છે. વિજ્ઞાન (વિવેકયુક્ત જ્ઞાન) મળે તો જ પાછળની ૯ દુર્લભ ચીજોની સાર્થકતા છે.
* ભગવતી સૂત્રમાં કહ્યું છેઃ સાધુ માટે પ્રમાદ એ જ આરંભ, ગૃહસ્થ માટે હિંસાદિ, પણ સાધુ માટે તો પ્રમાદ એ જ આરંભ છે. પ્રમત્ત અવસ્થામાં (મૂચ્છિત અવસ્થામાં) જીવહત્યા ન થાય તોય પાપ લાગે, અપ્રમત્ત અવસ્થામાં (અમૂચ્છિત અવસ્થામાં) જીવહત્યા થાય તોય પાપ ન લાગે. ઉપયોગમાં રહે તે જ સાચું જ્ઞાન! જેમ રોકડા પૈસા જ ખરા પૈસા કહેવાય. ઉધાર જ્ઞાન કામ ન લાગે. રોકડું જ્ઞાન જોઈએ..
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org