________________
બુધ, ૪-૮-૯૯, અબા, વદ - ૭
*દીક્ષા પછી દીક્ષાચાર્યનવદીક્ષિતને હિતશિક્ષા આપે. એમાં ૧૫ પદાર્થોની દુર્લભતા જણાવે. ૧૨ તો અત્યારે મળેલા છે, એમ કહીએ તો ચાલે. બાકીના ત્રણ મેળવવા પ્રયત્ન કરીએ તો જ ૧૨ની સફળતા.
આચાર્યની દેશના સાંભળીને બીજાઓને પણ દીક્ષા લેવાના ભાવ થાય. સુંદર બિલ્ડીંગ, સારું ફર્નિચર, ગાડી વગેરે જોઈ તે મેળવવાની કોશિષ કરોને? તેમ દીક્ષા માટે મન થાય? દીક્ષા પ્રસંગો વારંવાર જોવાથી તે મેળવવાનું મન થવું જોઈએ.
* દીક્ષાથી શું જોઈએ? સાધ્ય શું? ચાલતાં પહેલા તમારી મંઝિલ નક્કી હોય છે. દુકાનમાં પૈસો સાધ્ય હોય છે. અહીં શું સાધ્ય? મોક્ષ..? ત્યાં જઈને કરશો શું? દોરા - પાટા વગેરે કરવાના? ત્યાં સદેવ આત્મ - સ્વભાવની રમણતા કરવાની છે, એ ખ્યાલમાં છેને? આજીવનમાં આત્મ- સ્વભાવ – રમણતાની ઝલક નહિ મેળવી હોય તો ત્યાં શી રીતે મળી શકશે? કઈ કિંમતથી આપણે મોક્ષ નામની ચીજ ખરીદવા નીકળ્યા છીએ?
હેમચન્દ્રસૂરિજી ના યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ જુઓ આત્માનુભૂતિનું વર્ણન છે. યશો વિ.ના ઉદ્ગારો જુઓ:
મારે તો બનનારું બન્યું જ છે, એટલે કે અનુભવનો આસ્વાદ મળી ચૂક્યો છે.) હુતો લોકને વાત શીખાઉં રે;
૧૦૪ .• Jain Education International.
... કહે કલાપૂર્ણસૂરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org