________________
સોમ, ૨-૮-૯૯, અષા. વદ. ૭,
-
* ૨૧ હજાર વર્ષ સુધી શાસન – પરંપરા ચલાવવાની છે. માટે જ ઉતમ ગુરુ તથા ઉત્તમ શિષ્ય કેવા હોય, તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. ઉત્તમ ભૂમિ અને ઉત્તમ બીજ હોય તો જ ઉત્તમ ફળ આવે. ખારી ભૂમિ કે સડેલું બીજ હોય તો ? બેમાંથી એક પણ ખરાબ હોય તો પણ ફળ ઉત્તમ ન આવે.
આર્ય સિવાયના અનાર્ય દેશોમાં આત્માની ચિંતા છે જ નહિ. આત્માની સ્વીકૃતિ જ નથી, જે જન્મ - પુનર્જન્મ કરતો રહે છે.
સાક્ષાત્ તીર્થંકર પણ વિધપૂર્વક હાથ જોડીને જ્યારે ‘મિ સામાઊં’ ની પ્રતિજ્ઞા લે છે ત્યારે જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. સીધા ૭મા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, આ વિધિના પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ છે.
સાત ખમાસમણા વિનયના પ્રતીક છે. એકેક ખમાસમણામાં વિનય ટપકે છે. શિષ્યઃ
‘સંનિષદ િભળામિ' ?
‘આજ્ઞા આપો શું કહું ?’
ગુરુ : ‘વંવિત્તા પવેયહ’ ‘વંદન કરીને પ્રવેદન કરો.’ પછી શિષ્ય ખમાસમણ આપે. કેટલો ઉત્કૃષ્ટ વિનય અહીં ઝળકે છે ?
શિષ્ય સંવિગ્ન હોય. સંવિગ્ન એટલે ભવભીરુ અને મોક્ષનો અભિલાષી.
૯૬
Jain Education International
For Private & Personal Use Only
કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org