________________
છે, એવો વિશ્વાસ હોવો જોઈએ.
* ઘણા કહે છેઃ મહારાજ!દેરાસરનું કામ શરૂ ક્યુને અમારી પડતી શરૂ થઈ. આવા લોકોને હું કહું છું પડતી તમારા કર્મોને લીધે થઈ છે. ભગવાન કદી કોઈનું બૂરું કરે નહિ. આ તો સારું થયું કે દેરાસરનું કામ થઈ ગયું. આવી સ્થિતિ વહેલી શરૂ થઈ ગઈ હોત તો તમે શું કરી શક્ત? આમાં પણ ભગવાનની કૃપા જુઓ, સુખમાં, અનુકૂળતામાં તો બધા જુએ, દુઃખ અને પ્રતિકૂળતામાં પણ જે ભગવાનની કૃપા જોઈ શકે તે જ સાચો ભક્ત છે.
ભક્તિનું ફળ બતાવતાં શક્રસ્તવમાં કહ્યું છે. સર્વ સંપત્તિઓનું મૂળ પ્રભુનો અનુરાગ વધતો જાય છે. “સર્વ સમ્પ મૂ નાતે ગિનાડનુરા: ” આવો પ્રેમ જાગી જાય તો બીજું તો ઠીક. પ્રભુનું પદ પણ દુર્લભ નથી.
પ્રભુ ભક્તિ સમ્યત્વને નિર્મળ કરે, બોધિ અને સમાધિને આપે. ‘મારુ વોદિત્નાબં સમાવિર મુત્તમં હિંદુ’ - - લોગસ્સ.
નવકાર પછી લોગસ્સ સૂત્રની મહત્તા છે. છ આવશ્યકમાં બીજું આવશ્યક (ચતુર્વિશતિ સ્તવ) લોગસ્સનો મહિમા ગાન કરે છે.
સામાયિકના પરિણામ પેદા કરવા હોય કે ટકાવવા હોય તો ભગવાનની કૃપા જોઈએ. માટે બીજા આવશ્યકમાં લોગસ્સ દ્વારા પભુ-ભક્તિ જણાવી છે.
ભગવાનના સ્તુતિ – સ્તવન – મંગલ વગેરેથી બોધિ – સમાધિની પ્રાપ્તિ થાય છે, એમ ઉત્તરાધ્યયન - (૨૯)માં કહ્યું છે.
ભગવાનનો સંકલ્પ, (સર્વને સુખી બનાવવાનો, સર્વને મુક્તિમાં લઈ જવાનો સંકલ્પ) ભગવાનના નામ- કીર્તનથી આપણને સ્પર્શે છે.
* આપણામોટામાં મોટા દોષો (વિષયોની આસક્તિ, કષાયોનોવળગાડવગેરે) પ્રભુ-ભક્તિથી ટળે છે. ક્યારેક આત્મનિરીક્ષણ કરજો. મારામાં માયા કેટલી? લોભ કેટલો? વાસના કેટલી? આ બધાનું ઉન્મેલન ભક્તિવિના શસ્ત્ર નથી.
દોષોને પંપાળીને રાખીશું ત્યાં સુધી ગુણો શી રીતે આવશે? ક્રોધ નહિકાઢો ત્યાં સુધી ક્ષમા શી રીતે આવશે? ક્રોધાદિ કાઢો ક્ષમાદિ પોતાની મેળે આવશે. ઘરમાંથી કચરો કાઢો, સ્વચ્છતા પોતાની મેળે આવશે.
કહે કલાપૂર્ણસૂરિ ...
••• ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org