________________
પણ મને કોઈ ભય નથી, તાનારો પ્રભુ મારી પાસે છે.
ભગવાનનું નામ મારી પાસે છે, એટલે ભગવાન મારી પાસે છે. “નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન.” એમ માન વિ. કહે છે. તમને પ્લેનમાં પણ વાર લાગે, ભગવાનને આવતાં કોઈ વાર નથી લાગતી. નામ બોલો ને હાજર! તમે હજુ ભગવાનની શક્તિઓને ઓળખતા નથી. ભગવાન વિભુ છે, એમ માનતુંગ સૂરિજીએ કહ્યું છે. વિભુ એટલે કેવળજ્ઞાનથી વિશ્વવ્યાપી; સર્વત્ર પ્રભુ દેખાય તેને ભય શાનો?
ભગવાન આપણી ગુણમાં ગુપ્ત પ્રવૃત્તિ પણ જાણે છે – એવો વિશ્વાસ છે? એવું જાણ્યા પછી આપણે અશુભ પ્રવૃત્તિ કરી શકીએ ખરા? 'लोगो जत्थ पइट्टिओ' શ્રુતજ્ઞાનમાં પણ લોક પ્રતિષ્ઠિત હોય તો ભગવાનમાં નહિ? પ્રશ્ન: આટલી બધી સાધનાઓમાં અમારે કઈ સાધના કરવી ? અમે મુંઝાઈ ગયા છીએ. ઉત્તર આપતાં ઉ. યશો વિ. મ કહે છેઃ અસંખ્ય યોગનો વિસ્તાર (માયા = વિસ્તાર) ઘણો છે. શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનથી પ્રભુ તરત જ મુક્તિ આપે છે. વિદ્દેદમુફ્તિ ભલે અહીંન મળે, જીવન્મુક્તિ મળી શકે. ‘બીવન્મુત્તિ' એટલે જીવતાં-જીવતાં સદેહે મુક્તિનો અનુભવ કરવો.
પ્રભુના ગુણ - પર્યાયોનું ધ્યાન ધરતો યોગી એવી કક્ષાએ પહોંચે છે કે શુક્લધ્યાનનો અંશ, આ કાળમાં પણ મેળવી શકે છે, એમ થશો વિ. એ સ્વયં યોગવિંશિકામાં લખ્યું છે.
૯૨
-
** » કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org