________________
તપ-જપ-મોહ મહાતોફાને, નાવ ન ચાલે માને રે; પણ મુજ નવિ ભય હાથો હાથે, તારે તે છે સાથે રે... (૨) ભક્તને સ્વર્ગ – સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફળ દેઈ રે; કાયા કષ્ટ વિના ફળ લઈએ, મનમાં ધ્યાન ધરેઈ રે... (૩) જે ઉપાય બહુવિધની રચના, જોગ માયા તે જાણો રે; શુદ્ધ-દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દીએ પ્રભુ સપરાણો રે...(૪) પ્રભુ – પદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે;
વાચક –‘જશ’ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે...(૫)
પ્રકાંડ પંડિત હતા યશો વિજયજી ! ચિંતામણિ નામના નવ્ય ન્યાયનો ગ્રન્થ માત્ર એક દિવસમાં કંઠસ્થ કરી લીધેલો. ૭૫૦ શ્લોક યશો વિ. એ અને ૫૦૦ વિનય વિ. એ કંઠસ્થ કરી લીધા. ત્યારે એક દિવસ માટે પંડિતજી બહાર ગયેલા હતા.
હોય છે.
એક વાત સમજી લો : ભક્તની ભાષા અલગ હોય છે. તાર્કિકોની ભાષા અલગ
તાર્કિકો કહેશે ઃ ભગવાન કશું જ કરતા નથી.
ભક્ત કહેશે ઃ ભગવાન જ બધું કરે છે.
‘દેવ-ગુરુ પસાય’ વ્યવહારથી બોલો છો, પણ હૈયાથી બોલો છો ?
મહાન નૈયાયિક યશો વિ. આ સ્તવનમાં કેવા પરમ ભક્તરૂપે દેખાય છે ? છે ક્યાંય તર્કની ગંધ ? છે ક્યાંય તર્કના તોફાન ?
‘મારો હાથ પકડીને ઠેઠ મોક્ષનગરે ભગવાન મૂકે છે.’ આવા ઉદ્ગારો ભક્ત સિવાય કોણ કાઢી શકે ?
બિલાડી જેમ પોતાના બચ્ચાને સુરક્ષિત સ્થાનમાં મૂકે છે, તેમ ભગવાન ભક્તને મોક્ષમાં મૂકે છે, એવો ભક્તનો ગાઢ વિશ્વાસ હોય છે.
ભગવાન ભલે વીતરાગ છે, પણ સાથે પતિતને પાવન કરનાર, શરણઆગતની રક્ષા કરનારા છે. એ ભૂલવાનું નથી.
યશો વિ. કહે છે : ભલે મોહના મહાતોફાન આવે, ગમે તેટલા ઝંઝાવાતો આવે,
કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
*. ૯૧ www.jainelibrary.org