________________
અવિવેકનો ત્યાગ એ સાચી દીક્ષા છે. બાહ્ય ત્યાગ સાથે અવિવેનોત્યાગકરનાર વિરલ હોય છે. બાહ્ય ત્યાગ તો પશુ-પક્ષીઓ પણ કરે છે. પણ મૂળ વાત છે વિવેકની. વિરાગ વિવેકથી ટકે છે. કષાય આવે ત્યારે સમજવું અવિવેક પેસી ગયો છે. તજવા લાયક કષાયોને અપનાવ્યા તો વિવેક ક્યાં રહ્યો? વોર્મિનું . કયા ક્ષેત્રમાં દીક્ષા આપવી?
જ્યાં ભગવાનનું સમવસરણ થયેલું હોય, વિચરણ થયેલું હોય, તે ભૂમિ ઉત્તમ ગણાઈ છે.
જિનભવન, ઈભુવન, (શેરડીનું ખેતર) વડ-પીપળ વગેરે દૂધીયાઝાડ હોય, જ્યાં અવાજના પડઘા પડતા હોય, દક્ષિણાવર્ત પાણી ફરતું હોય, તે ભૂમિ દીક્ષા માટે ઉત્તમ
ક્યાંદીક્ષાનઆપવી? ભાંગેલી - તૂટેલી, બળેલી – જળેલી, સ્મશાન, અમનોજ્ઞ ભૂમિ, ખંડિયેર, ખારી જમીન, અંગારાવાળી, વિષ્ઠા-ઉકરડાવાળી જમીન વગેરે સ્થળે ન આપવી. - દીક્ષા માટે કાળની શુદ્ધિઃ ૧૪, ૩૦, ૮, ૯, ૪, ૧૨ વર્જિત તિથિ છે. (અમે રાજનાંદગાંવથીવદ-૪ શનિએનીકળ્યા. અહીં પ્રવેશ પણ વ.-૪ શનિએથયો.)
દીક્ષા માટે શ્રેષ્ઠ નક્ષત્રઃ ૩ - ઉત્તરા, રોહિણી, અનુરાધા, રેવતી, પુનર્વસુ, - સ્વાતિ - અશ્વિની વગેરે. (વિશેષ ગુરુગમથી જાણવું.)
ઉત્સાહ એજ મુહૂર્ત એમ કહીને જ્યોતિષની ઉપેક્ષા ન કરી શકાય. જિનાજ્ઞા - ભંગનો દોષ લાગે.
મહાસુ. ૨ (વિ. સં. ૨૦૫૩) સિરિગુપ્પા - (કર્ણાટક)માં પ્રતિષ્ઠા થઈને તે જવખતે મુસ્લીમોનો હુમલો થયો. દુકાનો સળગાવી. લાખોની નુકશાની થઈ. કર્ણાટકમાં હાહાકાર મચી ગયો. મહારાજ બલારી ગયા. મુંઝાયેલા લોકો અમારી પાસે આવ્યા. ત્યાં જઈને અમે ફંડ કરાવ્યો. આજુબાજુના હુબલી – બેંગ્લોર વગેરે સ્થાનોથી ઘણા લોકો આવ્યા. મુસ્લીમો પણ આવેલા. ૧૮ લાખ રૂા. થઈ ગયા. થોડીક વિધિમાં ગરબડ થાય તો આવી સ્થિતિ પણ થઈ શકે.
* પ્રશ્ન દ્વારઃ દીક્ષાર્થીને પૂછવું તું શા માટે દીક્ષા લે છે? તેના ઉત્તર પરથી યોગ્યતા નક્કી કરી શકાય. “આપના સિવાય કોઈ ઉદ્ધાર કરે તેમ કહે કલાપૂર્ણસૂરિ ...
૧૦. ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org