________________
૪ ૧
ગ્રંથકારનો પરિચય : સોલંકીઓએ ધીરે ધીરે વિસ્તાર્યું અને તેની સાથોસાથ ભિન્નમાલ (અથવા શ્રીમાલ), વલભી તથા ગિરિનગરની નગરશ્રીઓની આ નગરશ્રી ઉત્તરાધિકારિણી બની. આ ઉત્તરાધિકારમાં સમ્રાદ્ધાનીઓ– કાન્યકુબ્ધ, ઉજ્જયિની અને પાટલિપુત્રના પણ સંસ્કાર હતા. આ અભ્યદયની પરાકાષ્ઠા જયસિંહ સિદ્ધરાજ (વિ. સં. ૧૧૫૦-૧૧૯૯) અને કુમારપાલ (વિ. સં. ૧૧૯૯-૧૨૨૯)ના સમયમાં દેખાઈ અને પોણી સદીથી અધિક કાળ (ઈ.સ. ૧૦૯૪-૧૧૭૩) સુધી સ્થિર રહી. આચાર્ય હેમચન્દ્રનો આયુષ્કાલ આ યુગમાં પડે છે, તેમને આ સંસ્કાર સમૃદ્ધિનો લાભ મળ્યો હતો. આચાર્ય હેમચન્દ્ર આ યુગથી બન્યા હતા અને તેમણે આ યુગને બનાવ્યો હતો !
જયસિંહ સિદ્ધરાજના પિતામહ ભીમદેવ (પ્રથમ) (ઇ.સ. ૧૦૨૧-૬૪) અને પિતા કર્ણદેવ(ઈ.સ. ૧૦૬૪-૯૪)ના કાળમાં અણહિલપુરપાટ દેશવિદેશના વિખ્યાત વિદ્વાનોના સમાગમ અને નિવાસનું સ્થાન બની ગયું હતું, એવું
પ્રભાવકચરિત'ના ઉલ્લેખો ઉપરથી જણાય છે. ૧ ભીમદેવના સાન્વિવિગ્રહિક “વિપ્ર ડામર', જેમનો ઉલ્લેખ હેમચન્દ્ર દામોદરના નામે કરે છે, પોતાની બુદ્ધિમત્તાના કારણે પ્રસિદ્ધ થયા હશે એવું જણાય છે. શૈવાચાર્ય જ્ઞાનદેવ, પુરોહિત સોમેશ્વર, સુરાચાર્ય, મધ્યદેશના બ્રાહ્મણ પંડિત શ્રીધર અને શ્રીપતિ (જે આગળ જઈને જિનેશ્વર અને બુદ્ધિસાગર નામધારી જૈન સાધુ તરીકે પ્રસિદ્ધ થયા), જયરાશિ ભટ્ટના “તત્ત્વોપપ્લવ ગ્રન્થની “યુક્તિઓ'ના બળથી પાટનની સભામાં વાદ કરનારા ભૃગુકચ્છ (ભરૂચ)ના કૌલકવિ ધર્મ, તર્કશાસ્ત્રના પ્રૌઢ અધ્યાપક જૈનાચાર્ય શાન્તિસૂરિ જેમની પાઠશાળામાં બૌદ્ધ તર્કમાંથી ઉત્પન્ન અને સમજવામાં કઠિન એવાં પ્રમેયો'ની શિક્ષા આપવામાં આવતી હતી અને આ તર્કશાળાના સમર્થ છાત્ર મુનિચન્દ્રસૂરિ ઇત્યાદિ પંડિતો પ્રખ્યાત હતા. “કર્ણસુન્દરી નાટિકા'ના કર્તા કાશ્મીરી પંડિત બિલ્ડરે અને નવાંગીટીકાકાર અભયદેવસૂરિએ કર્ણદેવના રાજયમાં પાટનને સુશોભિત કર્યું હતું.
૧. જુઓ પ્રભાવકચરિત નિર્ણયસાગર), પૃષ્ઠ ૨૦૬-૩૪૬. ૨. ભીમદેવની રાણી ઉદયમતીની વાપિકા -વાવડીની સાથે દામોદરના કૂવાનો લોકોક્તિમાં ઉલ્લેખ
આવે છે. તે ઉપરથી દામોદરે સુંદર શિલ્પને ઉત્તેજન આપ્યું હશે એવું પ્રતીત થાય છે. લોકોક્તિરાણકી વાવને દામોદર કુવો જેણે ન જોયો તે જીવતા મુઓ', જુઓ પ્રબન્ધચિન્તામણિ, પૃ.
૩૦-૩૪, સિંધી જૈન ગ્રન્થમાલા. વળી, “દામોદર' ઉલ્લેખ માટે જુઓ કયાશ્રય ૮.૬૧. ૩. બુદ્ધિસાગરકૃત ૭OO૦ શ્લોકપ્રમાણ સંસ્કૃત વ્યાકરણ જાબાલિપુર (જાલોર, મારવાડ)માં વિ.
સં. ૧૧૮૦ (ઈ.સ. ૧૧૨૪)માં પૂર્ણ થયું હતું. જિનેશ્વરે તર્ક ઉપર ગ્રંથ લખ્યો હતો. જુઓ પુરાતત્ત્વ, પુસ્તક ૨, પૃ. ૮૩-૮૪; કાવ્યાનુશાસન પ્રસ્તાવના, પૃ. ૧૪૪-૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org