SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રન્થકારનો પરિચય ભારતવર્ષના ઈતિહાસને ઉજ્જવલ કરનાર તેજસ્વી આચાર્યમંડલમાં શ્રી હેમચન્દ્રાચાર્ય પ્રતિષ્ઠિત છે. પોતાની જન્મભૂમિના અને કાર્યક્ષેત્રના પ્રદેશના લોકોની સ્મૃતિમાં તેમનું નામ સર્વદા અલુપ્ત રહ્યું છે. તેમના ઉત્તરકાલીન સંસ્કૃત પંડિતોમાં તેમના ગ્રન્થોનો આદર થયો છે અને જે સમ્પ્રદાયને તેમણે અલંકૃત કર્યો હતો તેમાં તે “કલિકાલસર્વજ્ઞ'ની અસાધારણ સમાન્ય ઉપાધિથી વિખ્યાત બન્યા છે. નિરુક્તકાર યાસ્કાચાર્ય પ્રસંગવશાત્ આચાર્ય શબ્દનું નિર્વચન કરતાં કહે છે કે આચાર્ય શા કારણથી? આચાર્ય આચારને ગ્રહણ કરાવે છે, અથવા આચાર્ય અર્થોની વૃદ્ધિ કરે છે યા બુદ્ધિને વધારે છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ વ્યુત્પત્તિઓ સાચી હો યા ન હો, પરંતુ આચાર્યના ત્રણેય ધર્મોનો આમાં સમાવેશ થતો જણાય છે. આજકાલની પરિભાષામાં આપણે આમ કહી શકીએ કે આચાર્ય શિષ્યવર્ગને શિષ્ટાચાર તથા સદ્વર્તન શીખવે છે, વિચારોની વૃદ્ધિ કરે છે અને એ રીતે બુદ્ધિની વૃદ્ધિ કરે છે; અર્થાત ચારિત્ર તથા બુદ્ધિનો વિકાસ કરાવવામાં જે સમર્થ હોય તે આચાર્ય. આ અર્થમાં શ્રી હેમચન્દ્ર ગુજરાતના એક પ્રધાન આચાર્ય થયા. આ વાત તેમના જીવનકાર્યનો અને લોકમાં તે કાર્યના પરિણામનો ઈતિહાસ જોવાથી સ્પષ્ટ થાય છે. જે દેશ-કાળમાં આચાર્ય હેમચન્દ્રનું જીવન કૃતાર્થ થયું તે એક તરફ તો તેમની શક્તિઓની પૂરી કસોટી કરે તેવા હતા અને બીજી તરફ તે શક્તિઓને પૂરો અવકાશ દે તેવા પણ હતા. [૨] જો જિનપ્રભસૂરિએ પુરાવિદોના મુખે સાંભળેલી પરંપરા સત્ય હોય તો આપણે કહી શકીએ કે વિ.સં. ૫૦૨ (ઈ.સ. ૪૪૬)માં લકુખારામ નામે જે જનનિવાસ પ્રખ્યાત હતો તે સ્થાને વિ. સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬)માં “અણહિલ્લ ગોપાલ' દ્વારા પરીક્ષિત પ્રદેશમાં “ચાઉક્કડ વંશના મોતી સમ વણરાયે “પત્તણ' વસાવ્યું. આ પત્તર અણહિલ્લપુરપાટનના નામે ઈતિહાસમાં પ્રસિદ્ધ થયું. આ રાજધાનીનું શાસન ચાવડાઓએ અને ૧. માવાઈ: કાનૂ ? માવાર્થ મારા પ્રતિ, વિનોન્ચ, મનોતિ વૃદ્ધિપતિ વાલ અ. ૧ ૪, પૃ. ૬૨ (બોમ્બે સંસ્કૃત પ્રાકૃત સિરિઝ). ૨. વિવિધતીર્થકલ્પ, પૃ. ૫૧, સંપાદક મુનિ શ્રી જિનવિજયજી, સિંધી જૈન ગ્રન્થમાલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy