________________
૨૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા સ્યાદ્વાદ જ હતો. અને સાથે સાથે તેમણે પોતાના પ્રતિપાદનના બૃહત્ માળખામાં બ્રાહ્મણ અને બૌદ્ધ પરંપરાની કોઈ પણ શાખાના મંતવ્યોની વિસ્તૃત ચર્ચા કરવાનું બાકી રહેવા દીધું નથી. ભલે ને વિસ્તારના કારણે આ ગ્રન્થ પાઠ્ય રહ્યો ન હોય પરંતુ તર્કશાસ્ત્રના નિર્માણમાં અને વિસ્તૃત નિર્માણમાં પ્રતિષ્ઠા માનનાર જૈનમતનો એક રત્નાકર જેવો સમગ્ર મન્તવ્યરત્નોનો સંગ્રહ બની ગયો, જે કેવળ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ જ ઉપયોગી નથી, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ પણ બહુ જ મહત્ત્વનો છે.
આગમિક સાહિત્યના પ્રાચીન અને અતિ વિશાલ ખજાના ઉપરાંત તત્ત્વાર્થથી સ્યાદ્વાદરત્નાકર સુધીના સંસ્કૃત અને તાર્કિક જૈન સાહિત્યનો પણ બહુ જ મોટો રાશિ હેમચન્દ્રના પરિશીલનપથમાં આવ્યો જેનાથી હેમચન્દ્રનું સર્વાગીણ સર્જક વ્યક્તિત્વ સંતુષ્ટ થવાને બદલે એક એવા નવીન સર્જનની તરફ પ્રવૃત્ત થયું છે ત્યાં સુધીના જૈન સાહિત્યમાં અપૂર્વ સ્થાન ધરાવે છે.
| દિનાગના ન્યાયમુખ, ન્યાયપ્રવેશ વગેરેથી પ્રેરાઈને સિદ્ધસેને જૈન પરંપરામાં ન્યાયનું અર્થાત્ પરાર્થાનુમાનનું અવતરણ કરી જ દીધું હતું. સમન્તભ અક્ષપાદના પાવાદુકોના (અધ્યાય ચોથો) મતનિરાસની જેમ આપ્તની મીમાંસાના બહાને સપ્તભંગીની સ્થાપનામાં પરપ્રવાદીઓનો નિરાસ કરી જ દીધો હતો. તથા તેમણે જૈનેતર શાસનોથી જૈન શાસનની વિશેષ સયુક્તિકતાનું અનુશાસન પણ યુજ્યનુશાસનમાં કરી જ દીધું હતું. ધર્મકીર્તિના પ્રમાણવાર્તિક, પ્રમાણવિનિશ્ચય વગેરેમાંથી બળ પ્રાપ્ત કરીને તીક્ષ્ણદષ્ટિ અકલંકે જૈન ન્યાયનો વિશેષ નિશ્ચય – વ્યવસ્થાપન તથા જૈન પ્રમાણોનો સંગ્રહ અર્થાત વિભાગ, લક્ષણ આદિ દ્વારા નિરૂપણ અનેક રીતે કરી દીધું હતું. અકલંકે સર્વજ્ઞત્વ, જીવત્વ વગેરેની સિદ્ધિ દ્વારા ધર્મકીર્તિ જેવા પ્રાજ્ઞ બૌદ્ધોને જવાબ પણ આપ્યો હતો. સૂક્ષ્મપ્રજ્ઞ વિદ્યાનન્દ આપ્તની, પત્રની અને પ્રમાણોની પરીક્ષા દ્વારા ધર્મકીર્તિની તથા શાન્તરક્ષિતની વિવિધ પરીક્ષાઓનો જૈન પરંપરામાં સૂત્રપાત પણ કરી જ દીધો હતો. માણિક્યનન્દીએ પરીક્ષામુખ દ્વારા ન્યાયબિન્દુ જેવા સૂત્રગ્રન્થની ખોટ પણ પૂરી દીધી હતી. જેવી રીતે ધર્મકીર્તિના અનુગામીઓ વિનીતદેવ, ધર્મોત્તર, પ્રજ્ઞાકર, અર્ચટ વગેરે પ્રખર બૌદ્ધ તાર્કિકોએ ધર્મકીર્તિના બધા જ મૂલ ગ્રન્થો ઉપર નાનામોટાં ભાગ્યો યા વિવરણો લખીને તેમના ગ્રન્થોને પઠનીય તથા વિચારણીય બનાવીને બૌદ્ધ ન્યાયશાસ્ત્રને પ્રકર્ષની ભૂમિકા પર પહોંચાડ્યું હતું બરાબર તેવી જ રીતે એક તરફ દિગંબર પરંપરામાં અકલંકના સંક્ષિપ્ત પરંતુ ગહન સૂક્તો ઉપર તેમના અનુગામીઓ અનન્તવીર્ય, વિદ્યાનન્દ, પ્રભાચન્દ્ર અને વાદિરાજ જેવા વિશારદ તથા પુરુષાર્થી તાર્કિકોએ વિસ્તૃત તથા ગહન ભાષ્ય-વિવરણ વગેરે રચીને જૈન ન્યાયશાસ્ત્રને અતિસમૃદ્ધ બનાવવાનો સિલસિલો પણ ચાલુ કરી જ દીધો હતો અને બીજી તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org