________________
પ્રસ્તાવના
૧૯
આગમસિદ્ધ પોતાનાં મન્તવ્યોને જે રીતે દાર્શનિકોની સમક્ષ રજૂ કરવા યોગ્ય બનાવ્યાં, તે બધું તેમના નાના નાના ગ્રન્થોમાં વિદ્યમાન તેમના અસાધારણ વ્યક્તિત્વનું તથા ન્યાય-પ્રમાણસ્થાપનયુગનું ઘોતક છે.
અકલંક દ્વારા પ્રારબ્ધ આ યુગમાં સાક્ષાત્ કે પરંપરાથી અકલંકના શિષ્ય-પ્રશિષ્યોએ જ અકલંકના સૂત્રસ્થાનીય ગ્રન્થોને મોટા મોટા ટીકાગ્રન્થોથી એવી રીતે જ અલંકૃત કર્યા જેવી રીતે ધર્મકીર્તિના ગ્રન્થોને તેમના શિષ્યોએ.
અનેકાન્ત યુગની માત્ર પદ્યપ્રધાન રચનાને અકલંકે ગદ્યપદ્યમાં પરિવર્તિત કરી હતી પરંતુ તેમના ઉત્તરવર્તી અનુગામીઓએ તે રચનાને વિવિધ રૂપોમાં પરિવર્તિત કરી જે રૂપો બૌદ્ધ અને બ્રાહ્મણ પરંપરામાં પ્રતિષ્ઠિત થઈ ચૂક્યાં હતાં. માણિક્યનન્દી અકલંકના જ વિચારદોહનમાંથી સૂત્રોનું નિર્માણ કરે છે. વિદ્યાનન્દ અકલંકનાં જ સૂક્તો ઉ૫૨ કાં તો ભાષ્ય રચે છે કાં તો પઘવાર્તિક લખે છે કાં તો નાનાં નાનાં અનેક પ્રકરણોનું સર્જન કરે છે. અનન્તવીર્ય, પ્રભાચન્દ્ર અને વાદિરાજ જેવા તો અકલંકનાં સંક્ષિપ્ત સૂક્તો ઉપર એટલાં તો મોટાં અને વિશદ તથા જટિલ ભાષ્ય અને વિવરણ નિર્માણ કરે છે કે જેના કારણે ત્યાં સુધીમાં વિકસિત દર્શનાત્તરીય વિચારપરંપરાઓનો એક રીતે જૈન સાહિત્યમાં સમાવેશ થઈ જાય છે. બીજી તરફ શ્વેતાંબર પરંપરાના આચાર્યો પણ અકલંકે સ્થાપેલી પ્રણાલી તરફ ઝૂકે છે. હિરભદ્ર જેવા આગમિક અને તાર્કિક ગ્રન્થકારે તો સિદ્ધસેન અને સમન્તભદ્ર વગેરેના માર્ગનું પ્રધાનપણે અનુસરણ અનેકાન્તયપતાકા વગેરેમાં કર્યું પરંતુ ધીરે ધીરે ન્યાય-પ્રમાણવિષયક સ્વતન્ત્ર ગ્રન્થોના પ્રણયનની પ્રવૃત્તિ પણ શ્વેતાંબર પરંપરામાં શરૂ થઈ. શ્વેતાંબર આચાર્ય સિદ્ધસેને ન્યાયાવતારની રચના કરી. પરંતુ તે તો કેવળ પ્રારંભ માત્ર હતો. અકલંકે તો જૈન ન્યાયની પૂરી વ્યવસ્થા સ્થિર કરી દીધી. હરિભદ્રે દર્શનાન્તરીય બધી વાર્તાઓનો સમુચ્ચય પણ કરી દીધો. આ ભૂમિકાને આધારે શાન્ત્યાચાર્ય જેવા શ્વેતાંબર તાર્કિક તર્કવાર્તિક જેવો લઘુ કિન્તુ સારગર્ભ ગ્રન્થ રચ્યો. ત્યાર પછી તો શ્વેતાંબર પરંપરામાં ન્યાય અને પ્રમાણના ગ્રન્થોના સંગ્રહનું, પરિશીલનનું અને નવા નવા ગ્રંથોના નિર્માણનું એવું તો પૂર આવ્યું કે સમાજમાં ત્યાં સુધી કોઈ પણ ગ્રન્થકાર પ્રતિષ્ઠિત વિદ્વાન જ ન ગણાતો જ્યાં સુધી સંસ્કૃત ભાષામાં ખાસ કરીને તર્ક યા પ્રમાણ ઉપર મૂલ યા ટીકાના રૂપમાં કંઈ ને કંઈ તેણે લખ્યું ન હોય. આ ભાવનામાંથી જ અભયદેવનો વાદાર્ણવ તૈયાર થયો જે સંભવતઃ ત્યાં સુધીના સંસ્કૃત ગ્રન્થોમાં સૌથી મોટો છે. પરંતુ જૈનપરંપરાપોષક ગુજરાતગત સામાજિક-રાજકીય બધાં બળોનો સૌથી વધુ ઉપયોગ વાદિદેવસૂરિએ કર્યો. તેમણે પોતાના ગ્રન્થનું નામ સ્યાદ્વાદરત્નાકાર યથાર્થ જ રાખ્યું, કારણ કે તેમણે પોતાના સમય સુધીમાં થયેલા પ્રસિદ્ધ બધા શ્વેતાંબ૨-દિગંબર તાર્કિકોના વિચારોનું દોહન પોતાના ગ્રન્થમાં આપી દીધું જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org