________________
४७६
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા ઉચિત નથી ત્યાં – પણ રહે છે કાં તો બધા સપક્ષોમાં રહીને બધા વિપક્ષોમાં પણ રહે છે કાં તો કેવળ પક્ષમાં જ રહીને કોઈ સપક્ષ કે કોઈ વિપક્ષમાં રહેતા નથી. અન્તિમ સ્થિતિમાં તો હેતુ અસાધારણ યા અવ્યાપક અનૈકાન્તિક હેત્વાભાસ બની જાય છે, પરિણામે તેનાથી કોઈ સિદ્ધિ થતી નથી. જો હેતુ બધા સપક્ષો અને બધા વિપક્ષોમાં રહે તો તે સાધારણ હેત્વાભાસ બની જાય છે, એટલે પણ તેનાથી કોઈ સિદ્ધિ થઈ શકતી નથી. ઉપરોક્ત બે સાધારણ અને અસાધારણ હેત્વાભાસોનો પ્રયોગ વ્યવહારમાં વિરલ છે, તો પણ તેમનું સૈદ્ધાત્તિક મહત્ત્વ ઓછું નથી કેમ કે તેઓ હેવાભાસની બે અન્તિમ સીમાના નિદર્શક છે અને તે બન્ને અવસ્થાઓની વચ્ચે જ ક્યાંક આપણને સત્ હેતુ મળી શકે છે. બાકી ત્રણ અનૈકાન્તિક રહે છે અને સાચેસાચ તો આ ત્રણ જ અનૈકાન્તિક નામની યોગ્યતા ધરાવે છે કેમ કે આ ત્રણ જ એવા છે જે સપક્ષમાં રહીને પણ કાં તો બધા વિપક્ષોમાં રહે છે કાં તો કેટલાક વિપક્ષોમાં રહે
છે.
આમ હેતુની સપક્ષ અને વિપક્ષમાં ભિન્ન ભિન્ન નવ અવસ્થિતિઓને આધારે બે સત્ હેતુ બનશે, બે વિરુદ્ધ હેત્વાભાસો બનશે, બે અન્તિમ બે સીમાઓ દર્શાવનાર સાધારણ અને અસાધારણ એ બે હેત્વાભાસો બનશે અને બાકીના ત્રણ વિપક્ષમાં પણ રહેવાના કારણે અનૈકાન્તિક બનશે. જુઓ Buddhist Logic, Vol. I, p. 321-323. (કોષ્ઠક માટે પૃ. ૪૭૭ જુઓ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org