________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૭પ શકાય નહિ. પરંતુ શ્વેતામ્બર પરંપરાની વાત જુદી છે. અભયદેવ આદિ શ્વેતામ્બરીય તાર્કિકો, જેમણે ન્યાયદર્શનસમ્મત અનુમાનનૈવિધ્યનું ખંડન કર્યું તેઓ તો અનુમાનનૈવિધ્યના પક્ષપાતી આર્યરક્ષિતના અનુગામીઓ/અનુયાયીઓ હતા. તેથી તેમનું તે ખંડન પોતાના જ પૂર્વાચાર્યના તે સમર્થન સાથે સ્પષ્ટપણે મેળ ખાતું નથી.
આચાર્ય હેમચન્ટે કદાચ વિચાર્યું કે શ્વેતામ્બર તાર્કિકો અકલંક વગેરે દિગમ્બર તાર્કિકોનું અનુસરણ કરવા જતાં સ્વપરંપરાની અસંગતિમાં પડી ગયા છે. આ વિચારના કારણે તેમણે કદાચ પોતાની વ્યાખ્યામાં ત્રિવિધ અનુમાનના ખંડનનો પરિત્યાગ કર્યો. સંભવ છે કે હેમચન્દ્રના આ અસંગતિપરિહારનો આદર ઉપાધ્યાય યશોવિજયજીએ પણ કર્યો અને પોતાના તર્કભાષા નામના ગ્રન્થમાં વૈદિક પરંપરાસખત અનુમાનનૈવિધ્યનો નિરાસ કર્યો નહિ પરંતુ હેતુના પાંચરૂપ્સનો નિરાસ તો અવશ્ય કર્યો. - મૃ. ૧૮૬ fa:’ – નીચે આપવામાં આવેલું હતુ અને હેત્વાભાસોની સંખ્યાનું કોઇક દિનાગના હેતુચક્ર અને ન્યાયમુખ (કારિકા ૨) અનુસાર છે.
દિનાગના પ્રસ્તુત મન્તવ્યને “ગઢ વિનામેન' એમ કહીને વાચસ્પતિએ (તાત્પર્યટીક, પૃ. ૨૮૯) ઉદ્ધત કર્યું છે, તે નીચે મુજબ છે.
सपक्षे सन्नसन् द्वेधा पक्षधर्मः पुनस्त्रिधा । प्रत्येकमसपक्षे च सदसद्विविधत्वतः ॥ तत्र यः सन् सजातीये द्वेधा चासंस्तदत्यये ।
स हेतुर्विपरीतोऽस्माद्विरुद्धोऽन्यत्वनिश्चितः ॥ આ કારિકાઓ વિદ્યાભૂષણે પ્રમાણસમુચ્ચયના તૃતીય પરિચ્છેદની દર્શાવી છે. જુઓ Indian Logic, p. 243
હેતુનું સપક્ષ અને વિપક્ષમાં ગણિતના સિદ્ધાન્ત અનુસાર જેટલી પણ રીતે રહેવું સંભવતું હોય તે બધી રીતોનો સમાવેશ આ ચક્રમાં કરવામાં આવ્યો છે. પરિણામે એ જ સિદ્ધ થાય છે કે હેતુ જુદી જુદી નવ જ રીતોએ સપક્ષ અને વિપક્ષમાં રહી શકે છે — વધારે કે ઓછી રીતોએ નહિ. આ નવ રીતોમાંથી કેવળ બે જ રીતોથી સત હેતુ છે, બાકીની સાતથી સાત હેત્વાભાસો છે. આ સાત હેત્વાભાસોમાંથી બે તો સત હેતુથી અત્યન્ત વિપરીત હોવાના કારણે વિરુદ્ધ કહેવાય છે. બાકીના પાંચ અન્નકાન્તિક અર્થાત સન્દિગ્ધ કહેવાય છે કેમ કે તેમનું સપક્ષ-વિપક્ષમાં રહેવું અનિશ્ચિત રીતોએ હોય છે. કાં તો તેઓ સપક્ષમાં રહીને વિપક્ષેકદેશમાં – જ્યાં હેતુનું રહેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org