________________
૪૭૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા એવા બે અર્થ છે. જ્યારે અનુમાન શબ્દ ભાવવાચી હોય ત્યારે તેનો અર્થ અનુમિતિ છે અને જ્યારે અનુમાન શબ્દ કરણવાચી હોય ત્યારે તેનો અર્થ અનુમિતિક૨ણ છે.
અનુમાન શબ્દમાં અનુ અને માન એ બે અંશ છે. અનુનો અર્થ છે પછીથી અને માનનો અર્થ છે જ્ઞાન અર્થાત્ જે જ્ઞાન બીજા કોઈ જ્ઞાન પછી થાય તે અનુમાન. પરંતુ આ બીજું જ્ઞાન જે વિક્ષિત છે તે ખાસ જ્ઞાન છે, જે અનુમિતિનું કરણ હોય છે. તે ખાસ જ્ઞાનથી અભિપ્રેત છે વ્યાપ્તિજ્ઞાન જેને લિંગપરામર્શ પણ કહેવામાં આવે છે. પ્રત્યક્ષ અને અનુમાન વચ્ચે મુખ્ય એક અંતર એ પણ છે કે પ્રત્યક્ષ જ્ઞાન નિયમથી જ્ઞાનકારણક નથી હતું જ્યારે અનુમાન તો નિયમથી જ્ઞાનકારણક જ હોય છે. આ જ ભાવ અનુમાન શબ્દના ‘અનુ’ અંશ દ્વારા સૂચિત થાય છે. જો કે પ્રત્યક્ષભિન્ન બીજાં પણ એવાં જ્ઞાનો છે જે અનુમાનની કોટિમાં ન ગણાતા હોવા છતાં પણ નિયમથી બીજા જ્ઞાનથી જન્ય જ છે, જેવાં કે ઉપમાન, શાબ્દ, અર્થા૫ત્તિ આદિ તેમ છતાં મૂળમાં તો, વૈશેષિક અને બૌદ્ધ દર્શને સ્વીકાર્યું છે તેમ, પ્રમાણના પ્રત્યક્ષ અને અનુમાન એ બે જ પ્રકાર છે અને બાકીનાં પ્રમાણો કોઈ ને કોઈ રીતે અનુમાન પ્રમાણમાં જ સમાવિષ્ટ કરી શકાય છે જેમ કે ઉક્ત દ્વિપ્રમાણવાદી દર્શનોએ કર્યું પણ છે.
અનુમાન કોઈ પણ વિષયનું કેમ ન હોય, કે કોઈ પણ પ્રકારના હેતુથી જન્ય કેમ ન હોય પરંતુ એટલું તો નિશ્ચિત છે કે અનુમાનના મૂળમાં ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ જ્ઞાનનું અસ્તિત્વ અવશ્ય હોય છે. મૂળમાં ક્યાંય પણ પ્રત્યક્ષ હોય જ નહિ એવું અનુમાન હોઈ શકતું જ નથી, એવું અનુમાન બિલુકલ અસંભવ છે. પ્રત્યક્ષ પોતાની ઉત્પત્તિમાં અનુમાનની અપેક્ષા કદાપિ રાખતું નથી જ્યારે અનુમાન પોતાની ઉત્પત્તિમાં પ્રત્યક્ષની અપેક્ષા અવશ્ય રાખે છે. આ જ ભાવ ન્યાયસૂત્રગત અનુમાનના લક્ષણમાં ‘તપૂર્વકમ્’ (૧.૧.૫) શબ્દથી અક્ષપાદ ઋષિએ વ્યક્ત કર્યો છે, તેનું અનુસરણ સાંખ્યકારિકા (કારિકા ૫) આદિના અનુમાનલક્ષણમાં પણ દેખાય છે.
૧
અનુમાનના સ્વરૂપ અને પ્રકારના નિરૂપણ આદિનો દાર્શનિક વિકાસ આપણા સમક્ષ છે. તેને ત્રણ યુગોમાં વિભાજિત કરીને આપણે બરોબર સમજી શકીએ છીએ. તે ત્રણ યુગો આ પ્રમાણે છે - (૧) વૈદિક યુગ, (૨) બૌદ્ધ યુગ અને (૩) નવ્યન્યાય
યુગ.
(૧) વૈદિક યુગ —— વિચાર કરવાથી જણાય છે કે અનુમાનના લક્ષણ અને પ્રકાર
૧. જેમ ‘તપૂર્વક’ શબ્દ પ્રત્યક્ષ અને અનુમાનનું પૌર્વાપર્ય પ્રદર્શિત કરે છે તેવી જ રીતે જૈન પરંપરામાં મતિ અને શ્રુત સંજ્ઞાઓ ધરાવતા બે જ્ઞાનોનું પૌર્વાપર્ય દર્શાવનાર આ શબ્દ છે - ‘મરૂપુર્જા ને સુર્ય’ (નન્દીસૂત્ર, સૂત્ર ૨૪). વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૮૬, ૧૦૫-૧૦૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org