________________
૪૬૯
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ તથા જ્ઞાનમાત્રને સ્વપ્રત્યક્ષ જ માને છે. કુમારિલ જ એક એવા છે જે જ્ઞાનને પરોક્ષ માનીને પણ આત્માને વેદાન્તની જેમ સ્વપ્રકાશ જ કહે છે. આનું તાત્પર્ય એ જણાય છે કે કુમારિલે આત્માનું સ્વરૂપ શ્રતિસિદ્ધ જ માન્યું છે અને શ્રુતિઓમાં સ્વપ્રકાશત્વ સ્પષ્ટ છે, તેથી જ્ઞાનનું પરોક્ષત્વ માનીને પણ આત્માને સ્વપ્રત્યક્ષ માન્યા વિના તેમની બીજી કોઈ ગતિ જ નથી.'
પરપ્રત્યક્ષવાદી તે જ હોઈ શકે છે જે જ્ઞાનને આત્માથી ભિન્ન પરંતુ આત્માનો ગુણ માનતા હોય –– ભલે ને પછી તે જ્ઞાન કોઈના મતે સ્વપ્રકાશ હો જેમ કે પ્રભાકરના મતે, અને કોઈના મતે પરપ્રકાશ હો જેમ કે નૈયાયિક આદિના મતે.
પ્રભાકરના મત અનુસાર પ્રત્યક્ષ, અનુમિતિ, આદિ કોઈ પણ સંવિત કેમ ન હોય પરંતુ તે બધીમાં આત્મા પ્રત્યક્ષરૂપે અવશ્ય ભાસિત થાય છે. ન્યાય-વૈશેષિક દર્શનમાં મતભેદ છે. તેના ચિંતકો પ્રાચીન હો કે અર્વાચીન બધા એકમતે યોગીની અપેક્ષાએ આત્માને પરપ્રત્યક્ષ જ માને છે કેમ કે તે બધાના મતે યોગજ પ્રત્યક્ષ દ્વારા આત્માનો સાક્ષાત્કાર થાય છે. પરંતુ આપણા જેવા સામાન્ય જનોની અપેક્ષાએ તેમનામાં મતભેદ છે. પ્રાચીન નૈયાયિક અને વૈશેષિક વિદ્વાનો અનુસાર સામાન્ય જનોને આત્મા પ્રત્યક્ષ નથી થતો પણ અનુમિત થાય છે, તેમને માટે તેમનો પોતાનો આત્મા અનુમેય છે. પરંતુ ઉત્તરકાલીન ન્યાય-વૈશેષિક વિદ્વાનો માને છે કે સામાન્ય જનો પણ માનસપ્રત્યક્ષ દ્વારા આત્માનું પ્રત્યક્ષ કરી શકે છે અને આમ તેઓ આત્માને પરપ્રત્યક્ષ દર્શાવે છે.*
જ્ઞાનને આત્માથી ભિન્ન માનનારા બધાના મતે એ વાત ફલિત થાય છે કે મુક્તાવસ્થામાં યોગજન્ય યા કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન રહેવાના કારણે આત્મા ન તો સાક્ષાત્કર્તા છે કે ન તો સાક્ષાત્કારનો વિષય છે. આ વિષયમાં દાર્શનિક કલ્પનાઓનું રાજ્ય અનેકધા વિસ્તૃત છે પણ અહીં તે અપ્રસ્તુત છે.
પૃ. ૧૮૪ ‘સાધનાત્' – અનુમાન શબ્દના અનુમિતિ અને અનુમિતિકરણ
૧. મા-નૈવ પ્રશ્યોમાત્મા જ્યોતિરિતીરિતમ્ | શ્લોકવાર્તિક, આત્મવાદ શ્લોક ૧૪૨ ૨. યુક્સાન યોગમfધનમત્મિનો સંયો વિશેષ વાત્મા પ્રત્યક્ષ તિ ન્યાયભાષ્ય, ૧.૧.૩.
માત્માત્મમનસો: સંથો વિશેષાત્ આત્મપ્રત્યક્ષમ્ ા વૈશેષિકસૂત્ર, ૯.૧.૧૧. ૩. માત્મા તાવનું પ્રત્યક્ષતો ગૃહા ન્યાયભાષ્ય, ૧.૧.૧૦. તત્ર મનશ્ચપ્રત્યક્ષ વૈશેષિકસૂત્ર,
૮.૧.૨. ૪. દેવદંપ્રત્યવિષય–ાત્ માત્મા તાવ પ્રત્યક્ષ: Tચાયવાર્તિક, પૃ. ૩૪૨. મહદ્ગાશ્રયોડ્યું
મનોત્રણ વર: | કારિકાવલી, ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org