________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
४४७ પત્રનિરૂપણના જિજ્ઞાસુઓએ આજે તો કેવળ ઉક્ત દિગમ્બર તાર્કિકોના જ ગ્રન્થોને. જોવા જોઈએ.
આચાર્ય હેમચન્દ્રનું નિગ્રહસ્થાનવિષયક નિરૂપણ સદ્દભાગ્યે અખંડિત મળે છે જે ઐતિહાસિક તથા તાત્ત્વિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું છે અને જે જૈન તાર્કિકોની તદ્વિષયક નિરૂપણની પરંપરામાં સંભવતઃ અંતિમ જ છે.
ભારતીય તર્કસાહિત્યમાં નિગ્રહથાનની પ્રાચીન વિચારધારા બ્રાહ્મણ પરંપરાની જ છે જે ન્યાય અને વૈદ્યકના ગ્રન્થોમાં જોવા મળે છે. ન્યાય પરંપરામાં અક્ષપાદે જેમને સંક્ષેપમાં વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ રૂપે દ્વિવિધ નિગ્રહસ્થાન તરીકે દર્શાવ્યાં છે અને વિસ્તારથી જેમના બાવીસ ભેદો દર્શાવ્યા છે તેમનું તે જ વર્ણન આજ સુધી સેંકડો વર્ષોમાં અનેક પ્રકાંડ નૈયાયિકો થવા છતાં પણ નિર્વિવાદપણે સ્વીકૃત રહ્યું છે. ચરકનું નિગ્રહસ્થાનવર્ણન અક્ષરશઃ તો અક્ષપાદના વર્ણનના જેવું નથી તો પણ બન્નેનો મૂળ પાયો તો એક જ છે. બૌદ્ધ પરંપરાનું નિગ્રહસ્થાનવર્ણન બે પ્રકારનું છે. એક બ્રાહ્મણ પરંપરાનુસારી અને બીજું સ્વતંત્ર. પહેલા પ્રકારનું વર્ણન પ્રાચીન બૌદ્ધ તર્કગ્રન્થોમાં છે જે લક્ષણ, સંખ્યા, ઉદાહરણ આદિ અનેક બાબતોમાં બહુધા અક્ષપાદનો અને ક્યારેક ક્યારેક ચરકના (પૃ. ૨૬૯) વર્ણન સાથે મળતું છે. ૨ બ્રાહ્મણપરંપરાનું વિરોધી સ્વતંત્ર નિગ્રહસ્થાનનિરૂપણ બૌદ્ધ પરંપરામાં સૌપ્રથમ કોણે શરૂ કર્યું એ હજુ નિશ્ચિત નથી થઈ શક્યું, તેમ છતાં એટલું તો નિશ્ચિત જ છે કે આજે એવો સ્વતંત્ર નિરૂપણવાળો પૂર્ણ અને અતિમહત્ત્વનો જે વાદન્યાય' ગ્રન્થ આપણી સમક્ષ મોજૂદ છે તે ધર્મકર્તિએ રચેલો હોવાથી આ સ્વતન્ત્ર નિરૂપણનું શ્રેય ધર્મકીર્તિને અવશ્ય છે. સંભવ છે કે એનું કંઈક બીજારોપણ તાર્કિકપ્રવર દિનાગે પણ કર્યું હોય. જૈન પરંપરામાં નિગ્રહસ્થાનના નિરૂપણનો પ્રારંભ કરનાર કદાચ પાત્રકેસરી હોય. પરંતુ તેમનો કોઈ ગ્રન્થ હજુ લભ્ય નથી. તેથી મોજૂદ સાહિત્યના આધારે તો ભટ્ટારક અકલંકને જ તેના પ્રારંભક કહેવા જોઈશે. પછીના બધા જૈન તાર્કિકોએ પોતપોતાના નિગ્રહસ્થાનનિરૂપણમાં ભટ્ટારક અકલંકનાં જ વચનોને ઉદ્ધત કર્યા છે ૧. તર્કશાસ્ત્ર, પૃ. ૩૩. ઉપાયહદય, પૃ. ૧૮. 2. Pre-Dinnag Buddhist Logic, p. xxii 3. आस्तां. तावदलाभादिरयमेव हि निग्रहः ।
ચાર વિનિલીવૂળ સ્વપપ્રાયનિવર્તનમ્ II ન્યાયવિનિશ્ચય, ૨.૨૧૩. શું તરં વારसमाप्ति : ? निराकृतावस्थापितविपक्षस्वपक्षयोरेव जयेतरव्यवस्था नान्यथा। तदुक्तम् -स्वपक्षसिद्धिरेकस्य निग्रहोऽन्यस्य वादिनः नाऽसाधनाङ्गवचनं नादोषोद्भावनं द्वयोः ॥ तथा तत्त्वार्थસ્નોડપ – (પૃ. ૨૮૧) સ્વસિદ્ધિાર્થતા સારવાર્થવિવાર | વક્વાયત્વતો યઝીવિઝાર્થવિવાર અષ્ટસહસ્ત્રી, પૃ. ૮૭, પ્રમેયકમલમાર્તડ, પૃ. ૨૦૩ A.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org