________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૪૫ કોઈ વાતને સ્વતઃ માની લે, જ્યારે તત્ત્વનિર્ણિનીષ ન્યાયમાર્ગે ચાલનારા હોવા ઉપરાંત અસૂયામુક્ત હોવાથી તત્ત્વનિર્ણયનો સ્વીકાર કરવામાં અન્યના શાસનની અપેક્ષા રાખતા નથી. આ રીતે ચતુરંગવાદના વાદી અને પ્રતિવાદી બન્ને વિજિગીષ હોવાની પૂર્વ પ્રથા હતી, તેમાં વાદિ દેવસૂરિએ (પ્રમાણનયતત્ત્વોલોક, ૮. ૧૨-૧૪) થોડો વિચારભેદ પ્રગટ કર્યો કે એકમાત્ર વિજિગીષ વાદી યા પ્રતિવાદી હોય તો પણ ચતુરંગ કથા સંભવે છે. તેમણે આ વિચારભેદ સંભવતઃ અકલંક યા વિદ્યાનન્દ આદિ પૂર્વવર્તી તાર્કિકોની સામે રજૂ કર્યો છે. આ વિષયમાં આચાર્ય હેમચન્દ્રનો મત અકલંક અને વિદ્યાનન્દ અનુસાર જ જણાય છે. '
બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન બધી પરંપરાઓ અનુસાર કથાનું મુખ્ય પ્રયોજન તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ યા પ્રાપ્ત તત્ત્વજ્ઞાનની રક્ષા જ રહ્યું છે. સાધ્યમાં કોઈનો મતભેદ ન હોવા છતાં પણ તેની સાધનપ્રણાલીમાં અંતર અવશ્ય છે, જે પહેલાં દર્શાવી ગયા છીએ. સંક્ષેપમાં તે અંતર એટલું જ છે કે જૈન અને ઉત્તરવર્તી બૌદ્ધ તાર્કિક છલ, જાતિ આદિના પ્રયોગને ક્યારેય ઉપાદેય માનતા નથી. - વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ આ ચારે અંગોના વર્ણનમાં ત્રણે પરંપરાઓમાં કોઈ મતભેદ નથી. આચાર્ય હેમચન્દ્ર ચાર અંગોના સ્વરૂપનું જે સંક્ષિપ્ત નિદર્શન કર્યું છે તે પૂર્વવર્તી ગ્રંથોનો સાર માત્ર છે.
જૈન પરંપરાએ જ્યારે છલ આદિના પ્રયોગનો નિષેધ જ કર્યો ત્યારે તેના અનુસાર જલ્પ યા વિતંડા નામક કથા વાદથી ભિન્ન કોઈ ન રહી. આ તત્ત્વને જૈન તાર્કિકોએ વિસ્તૃત ચર્ચા દ્વારા સિદ્ધ કર્યું છે. આ વિષયનો સૌથી પુરાણો ગ્રન્થ કદાચ કથાત્રયભંગ હોય જેનો નિર્દેશ સિદ્ધિવિનિશ્ચયટીકામાં (પૃ. ૨૮૯ A) છે. તેમણે છેવટે પોતાનું મંતવ્ય સ્થિર કર્યું કે જલ્પ અને વિતંડા નામની વાદથી ભિન્ન કોઈ કથા જ નથી, તે તો કથાભાસ માત્ર છે. આ મન્તવ્ય અનુસાર આચાર્ય હેમચન્દ્ર પણ પોતાની ચર્ચામાં દર્શાવ્યું છે કે વાદથી ભિન્ન જલ્પ નામની કોઈ અન્ય કથા નથી જે ગ્રાહ્ય હોય.
પૃ. ૨૬૨ “વસમપર'– તુલના–૩૪ ૨ – સ્વરમયા ન્યાયપ્રવેશવૃત્તિ પૃ. ૧૪.
વાવ: સોયં નિષતો: ! ન્યાયવિનિશ્ચય, ૨.૨૧૨ સમર્થન વાઃ પ્રવૃતાર્થપ્રત્યાયન પર સમક્ષffષતોત્ર સાધન તૂષાવનું વાવ પ્રમાણસંગ્રહપરિચ્છેદ ૬. સિદ્ધો નિષતો
વાઃ વતુરતથા પતિ તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પૃ. ૨૭૭ ૨. જુઓ ચરકસંહિતા, પૃ. ૨૬૪. ન્યાયપ્રવેશ, પૃ. ૧૪. તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પૃ. ૨૮૦, .
Jai31ducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org