________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા घटत्ववत्त्वाद् घटोत्पादकत्वम् । यदि मृदो घटत्ववत्त्वं तदा मृदेव घटः स्यात् । तदा तदुत्पत्तये कृतं कुम्भकारसूत्रचक्रसंयोगेन । यदि मृदः सद्भावेन घटोत्पादकत्वं तदोदकस्यापि सद्भावेन घटोत्पादकत्वं स्यात् । यद्युदकस्य सद्भावेन घटानुत्पादकत्वं कथं तर्हि मृदो घटोत्पादकत्वम् इति સામાન્યચ્છતમ્ । ઉપાયહૃદય, પૃ. ૧૪-૧૬,
૪૪૨
પૃ. ૨૬૦ ‘તંત્ર છત્તત્રયે' તુલના तदत्र छलत्रयेऽपि वृद्धव्यवहारप्रसिद्धशब्दसामर्थ्यपरीक्षणमेव प्रतिसमाधानं वेदितव्यमिति ।
ન્યાયકલિકા, પૃ. ૧૬.
-
Jain Education International
-
-
પૃ. ૨૬૨ ‘તત્ત્વમંરક્ષનાર્થમ્' — પ્રશ્નોત્તરરૂપે અને ખંડન-મંડનરૂપે ચર્ચા બે પ્રકારની છે. ખંડન-મંડનરૂપ ચર્ચાના અર્થમાં સમ્ભાષા, કથા, વાદ આદિ શબ્દોનો પ્રયોગ દેખાય છે. સમ્ભાષા શબ્દ ચરક આદિ વૈદ્યકીય ગ્રન્થોમાં પ્રસિદ્ધ છે, જ્યારે કથા શબ્દ ન્યાય પરંપરામાં પ્રસિદ્ધ છે. વૈદ્યક પરંપરામાં સમ્ભાષાના સાયસમ્ભાષા અને વિગૃહ્યસમ્ભાષા એવા બે ભેદ કરવામાં આવ્યા છે (ચરકસંહિતા, પૃ. ૨૬૩) જ્યારે ન્યાય પરંપરામાં કથાના વાદ, જલ્પ, વિતંડા એ ત્રણ ભેદ કરવામાં આવ્યા છે (ન્યાયવાર્તિક, પૃ. ૧૪૬). વૈદ્યક પરંપરાની સન્ધાયસમ્ભાષા જ ન્યાય પરંપરાની વાદકથા છે કેમ કે વૈદ્યક પરંપરામાં સન્ધાયભાષાના જે અને જેવા અધિકારીઓ દર્શાવવામાં આવ્યા છે (ચરકસંહિતા, પૃ. ૨૬૩) તે અને તેવા જ અધિકારીઓ વાદકથાના ન્યાય પરંપરામાં (ન્યાયસૂત્ર, ૪.૨.૪૮) મનાયા છે. સન્ધાયસમ્ભાષા અને વાદકથાનું પ્રયોજન પણ બન્ને પરંપરાઓમાં એક જ - તત્ત્વનિર્ણય - છે. વૈદ્યક પરંપરા જે ચર્ચાને વિગૃહ્યસમ્ભાષા કહે છે તેને ન્યાય પરંપરા જલ્પ અને વિતંડા કથા કહે છે. ચરકે વિગૃહ્યસમ્ભાષા એવું સામાન્ય નામ રાખીને પછી તેના જલ્પ અને વિતંડા એ બે ભેદ દર્શાવ્યા છે (પૃ. ૨૬૫). ન્યાય પરંપરામાં આ બે ભેદો માટે ‘વિગૃહ્યસમ્ભાષા’ શબ્દ પ્રસિદ્ધ નથી પરંતુ તેમાં ઉક્ત બન્ને ભેદો ‘વિજિગીષુકથા’ શબ્દથી વ્યવહત થાય છે (ન્યાયવાર્તિક, પૃ. ૧૪૬). તેથી વૈદ્યક પરંપરાનો ‘વિગૃહ્યસમ્ભાષા’ અને ન્યાય પરંપરાનો ‘વિજિગીષુકથા’ આ બન્ને શબ્દો બિલકુલ સમાનાર્થક છે. ન્યાય પરંપરામાં જો કે વિગૃહ્યસમ્ભાષા શબ્દનો ખાસ વ્યવહાર નથી તેમ છતાં તેના પ્રતિબિંબરૂપ શબ્દ ‘વિગૃહ્યકથન’નો મૂળ ન્યાયસૂત્રમાં (૪.૨.૫૧) જ પ્રયોગ થયો છે. આ શાબ્દિક અને આર્થિક સંક્ષિપ્ત તુલનાથી એ વાતમાં કોઈ સન્દેહ રહેતો નથી કે મૂળમાં ન્યાય અને વૈદ્યક બન્ને પરંપરાઓ એક જ વિચારના બે ભિન્ન
For Private & Personal Use Only
www.jainelibrary.org