________________
૪૧૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા तद्भावहेतुभावौ हि दृष्टान्ते तदवेदिनः ।
ख्याप्येते विदुषां वाच्यो हेतुरेव हि केवलः ॥ - અ.૨. આ.૧. સૂત્ર ૧૧-૧૫, પૃ. ૨૨૭-૨૩૦ માણિક્યનન્દી અને વાદી દેવસૂરિએ પોતપોતાના સૂત્રગ્રંથોમાં પરાર્થ અનુમાનની ચર્ચા કરી છે અને તેમણે તેના શબ્દાત્મક પાંચ અવયવોનાં લક્ષણો પણ આપ્યાં છે, જ્યારે આચાર્ય હેમચન્દ્ર આ સ્થાને અક્ષપાદ (ન્યાયસૂત્ર, ૧.૧.૩૩થી) અને અક્ષપાદાનુસારી ભાસર્વજ્ઞ (ન્યાયસાર, પૃ. ૫)નું અનુસરણ કરીને પાંચ શબ્દાવયવોનાં લક્ષણો આપ્યાં છે.
પૃ. ૨૩૧ ‘સિદ્ધ' – હેત્વાભાસ સામાન્યના વિભાગમાં તાર્કિકોમાં મતભેદ છે. અક્ષપાદ પાંચ હેત્વાભાસોને માને છે અને તેમનું વર્ણન કરે છે. કણાદનાં સૂત્રોમાં સ્પષ્ટપણે ત્રણ હેત્વાભાસોનો નિર્દેશ છે, પરંતુ પ્રશસ્તપાદ તે સૂત્રનો આશય દર્શાવતાં ચાર હેત્વાભાસોનું વર્ણન કરે છે. અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાન્તિક આ ત્રણ તો અક્ષપાદકથિત પાંચ હેત્વાભાસોમાં પણ આવે છે. પ્રશસ્તપાદે અનધ્યવસિત નામનો ચોથો હેત્વાભાસ દર્શાવ્યો છે જે ન્યાયસૂત્રમાં નથી. અક્ષપાદ અને કણાદ બન્નેના અનુગામી ભાસર્વજ્ઞ છ હેત્વાભાસો વર્ણવ્યા છે જે ન્યાય અને વૈશેષિક બન્ને પ્રાચીન પરંપરાઓનો કુલ સરવાળો માત્ર છે.
દિનાગકર્તક મનાતા ન્યાયપ્રવેશમાં અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાન્તિક આ ત્રણેનો જ સંગ્રહ છે. ઉત્તરવર્તી ધર્મકીર્તિ વગેરે બધા બૌદ્ધ તાર્કિકોએ પણ ન્યાયપ્રવેશની માન્યતાને જ સ્વીકારી કહી છે અને સ્પષ્ટ કરી છે. પ્રાચીન સાંખ્યાચાર્ય માઠરે પણ ઉક્ત ત્રણ જ હેત્વાભાસોનું સૂચન કર્યું છે અને તેમનો સંગ્રહ કર્યો છે. એવું જણાય છે કે મૂળે સાંખ્ય અને કણાદની હેત્વાભાસસંખ્યાવિષયક પરંપરા એક જ રહી છે.
૧. ન્યાયસૂત્ર, ૧.૨.૪. ૨. પ્રસિદ્ધોનપશોડસન સંનિધશાનકેશ: વૈશેષિકસૂત્ર, ૩.૧.૧૫. ૩. તેનાસિદ્ધવિરૂદ્ધાિધાનધ્યવસિતવવનાનામ્ મનડેશત્વપુરું પવિતાપ્રશસ્તપાદભાષ્ય, પૃ.
૨૩૮. ૪. સવિરુદ્ધનૈઋત્તિનધ્યતિ+નાયાદિ વરસના ન્યાયસાર, પૃ.૭. ૫. સિદ્ધાર્નતિ વિરુદ્ધ હેત્વામીસા: ન્યાયપ્રવેશ, પૃ. ૩. ૬. મચે હેત્વાકાસા વતુર્દશ સિદ્ધાવૈતતિવિરુદ્ધાર: માઠર, ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org