________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૪૧૭ પણ આવું જ માને છે. અધિકારી વિશેષ માટે પ્રતિજ્ઞા અને હેતુ બે, અન્યવિધ અધિકારી માટે પ્રતિજ્ઞા, હેતુ અને ઉદાહરણ ત્રણ, તેવી જ રીતે અન્યના માટે ઉપનય સહિત ચાર, યા નિગમન સહિત પાંચ અવયવોના પ્રયોગનો સ્વીકાર કરવામાં આવ્યો છે. (સ્યાદ્વાદરત્નાકર, પૃ. ૫૬૪).
અહીં દિગમ્બર પરંપરાની અપેક્ષાએ શ્વેતામ્બર પરંપરાની એક ખાસ વિશેષતા ધ્યાનમાં રાખવી જોઈએ, જેનું ઐતિહાસિક મહત્ત્વ છે. તે વાત એ છે કે કોઈપણ દિગમ્બર આચાર્યે તે અતિપ્રાચીન ભદ્રબાહુકદ્રંક મનાતી નિયુક્તિમાં નિર્દિષ્ટ અને વર્ણિત દશ અવયવોનો, જે ન્યાયભાષ્યકાર વાત્સ્યાયને જણાવેલા દશ અવયવોથી ભિન્ન છે, ઉલ્લેખ સુદ્ધાં નથી કર્યો, જ્યારે બધા શ્વેતામ્બર તાર્કિકોએ (સ્વાદાદરત્નાકર, પૃ. ૫૬૫) ઉત્કૃષ્ટવાદકથામાં અધિકારી વિશેષના માટે પાંચ અવયવોથી આગળ વધીને નિર્યુક્તિગત દશ અવયવોના પ્રયોગનું પણ નિર્યુક્તિ અનુસાર જ વર્ણન કર્યું છે. આ તફાવતનું કારણ દિગંબર પરંપરાએ આગમ આદિ પ્રાચીન સાહિત્યનો ત્યાગ કરી દીધો હતો એ જ જણાય છે.
એક વાત માણિક્યનન્દીએ પોતાના સૂત્રમાં કહી છે તે અત્યંત નોંધપાત્ર જણાય છે. તે વાત એ છે કે બે અને પાંચ અવયવોનો પ્રયોગભેદ પ્રદેશની અપેક્ષાએ સમજવો જોઈએ અર્થાત્ વાદપ્રદેશમાં તો બે અવયવોનો પ્રયોગ નિયત છે પરંતુ શાસ્ત્ર પ્રદેશમાં અધિકારી અનુસાર બે કે પાંચ અવયવોનો પ્રયોગ વૈકલ્પિક છે. વાદિદેવની એક ખાસ વાત પણ યાદ રાખવા યોગ્ય છે, તે એ કે જેમ બૌદ્ધો વિશિષ્ટ વિદ્વાનોને માટે કેવળ હેતુના પ્રયોગનો સ્વીકાર કરે છે તેવી જ રીતે વાદિદેવ પણ વિદ્વાન અધિકારીને માટે એકમાત્ર હેતુનો પ્રયોગ પણ સ્વીકારે છે. આવો સ્પષ્ટ સ્વીકાર આચાર્ય હેમચન્દ્ર નથી કર્યો.
પૃ. ૨૨૫ "પ્રતિજ્ઞા હેતૂ' - તુલના – પક્ષદેતુષ્ટના તિ એવયવમ્ – માઠર, કારિકા ૫.
પૃ. ૨૨૬ “યથા સૌતિઃ ' – તુલના – તસૈવ સાધનસ્થ યત્રાઉં પ્રતિજ્ઞોપનયનરામના.... | – વાદન્યાય, પૃ. ૬૧.
१. ते उ पइन्नविभत्ती हेउविभत्ती विवक्खपडिसेहो दिट्ठतो आसङ्का तप्पडिसेहो निगमणं च ।
દેશવૈકાલિકનિયુક્તિ, ગાથા ૧૩૭. २. दशावयवानेके नैयायिका वाक्ये सञ्चक्षते-जिज्ञासा संशय: शक्यप्राप्ति: प्रयोजनं संशयव्युदास
રૂતિ / ન્યાયભાષ્ય, ૧.૧.૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org