________________
૪૧૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા અ.૨ આ.૧. સૂત્ર ૩-૬, પૃ. ૨૨૯-૨૨૧ પ્રસ્તુત ચાર સૂત્રોમાં પરાર્થ અનુમાનના પ્રયોગદ્વૈવિધ્યની ચર્ચા છે. પરાર્થ અનુમાનનો બે પ્રકારનો પ્રયોગ વૈદિક, બૌદ્ધ અને જૈન ત્રણે પરંપરાઓને માન્ય છે. પરંતુ વૈદિક અને બૌદ્ધ બે પરંપરાઓમાં સાધમ્ય ઉદાહરણ, વૈધમ્મ ઉદાહરણ, સાધર્મ ઉપનય, વૈધર્મ ઉપનય આદિકૃત પ્રયોગદ્વૈવિધ્ય પ્રસિદ્ધ છે. હેતુના પ્રયોગભેદે પરાર્થ અનુમાનનો ભેદ ઉક્ત બે પરંપરાઓમાં પ્રસિદ્ધ નથી જેમ જૈન પરંપરામાં પ્રસિદ્ધ છે.
જૈન પરંપરામાં ઉદાહરણ વગેરેના પ્રયોગભેદ દ્વારા અનુમાનનો પ્રયોગભેદ માનવા ઉપરાંત હેતુના પ્રયોગભેદ દ્વારા પણ અનુમાનનો પ્રયોગભેદ માનવામાં આવેલ છે. હેતુના પ્રયોગભેદની રીતિ સૌપ્રથમ સિદ્ધસેનના ન્યાયાવતારમાં (કારિકા ૧૭) સ્થાપિત થયેલી જણાય છે. પછીના બધા દિગમ્બર-શ્વેતામ્બર તાર્કિકોએ તે હેતુપ્રયોગની દ્વિવિધ રીતિનો નિર્વિવાદ સ્વીકાર કર્યો છે. આચાર્ય હેમચન્દ્ર પણ તે રીતિને પોતાનાં સૂત્રોમાં દર્શાવી છે.
આ વિષયમાં આચાર્ય હેમચન્દ્રની રચનાની વિશેષતા એ છે કે ધર્મકીર્તિના ન્યાયબિન્દુ અને તેની ધર્મોત્તરીય વૃત્તિનું (૩,૭) પ્રસ્તુત પ્રકરણમાં શબ્દશ: અનુકરણ મળે છે, એવું અન્ય પૂર્વવર્તી જૈન તર્કગ્રન્થોમાં નથી.
પૃ. ૨૨૦ “ાતિવુ મવતિ' – તુલના – ઉત૬ મવતિ – अन्यदभिधेयमन्यत्प्रकाश्यं प्रयोजनम् । तत्राभिधेयापेक्षया वाचकत्वं भिद्यते । प्रकाश्यं त्वभिन्नम् । अन्वये हि कथिते वक्ष्यमाणेन न्यायेन व्यतिरेकगतिर्भवति । व्यतिरेके चान्वयगतिः । ततस्त्रिरूपं लिङ्गं प्रकाश्यमभिन्नम् । न च यत्राभिधेयभेदस्तत्र सामर्थ्यगम्योऽप्यर्थो भिद्यते। यस्मात् पीनो देवदत्तो दिवा न भुङ्क्ते, पीनो देवदत्तो रात्रौ भुङ्क्ते इत्यनयोर्वाक्ययोरभिधेयभेदेऽपि गम्यमानमेकमेव तद्वदिहाभिधेयभेदेऽपि
HIR વર્ધ્વમેવ | ન્યાયબિન્દુટીકા, ૩.૭.
અ.૨. આ. ૧. સૂત્ર ૭-૮, પૃ. ૨૨૧-૨૨૫. પરાથનુમાનમાં પક્ષનો પ્રયોગ કરવા ન કરવા અંગે મતભેદ છે. નૈયાયિક આદિ વૈદિક પરંપરા પક્ષના પ્રયોગને આવશ્યક સમજે છે. બૌદ્ધ પરંપરામાં ન્યાયપ્રવેશમાં તો પક્ષવચન સાધનવાક્યાંગ તરીકે મનાયું જ છે પરંતુ ઉત્તરવર્તી ધર્મકીર્તિએ પ્રતિજ્ઞાને વ્યર્થ જ દર્શાવી છે અને કહ્યું છે ૧. ત્રિપનિકાળા પાથનુમાનમ્ ન્યાયબિન્દુ, ૩.૧. અથવા તવૈવ સાધના
પ્રતિજ્ઞોપનિગમનાદિ..વાદન્યાય, પૃ. ૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org