________________
४०४
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા લિંગનો સ્પષ્ટ નિર્દેશ છે. ન્યાયબિંદુમાં (૨.૧૨) સ્વભાવ, કાર્ય અને અનુપલભ રૂપે ત્રિવિધ લિંગનું વર્ણન છે તથા અનુપલબ્ધિના અગીઆર પ્રકાર માત્ર નિષેધસાધકરૂપે વર્ણિત છે, વિધિસાધકરૂપે એક પણ અનુપલબ્ધિ દર્શાવવામાં નથી આવી. અકલંક અને માણિક્યનંદીએ ન્યાયબિન્દુની અનુપલબ્ધિ તો સ્વીકારી લીધી પરંતુ તેમાં ઘણા બધા સુધારા અને વધારા કર્યા. ધર્મકીર્તિ અનુપલબ્ધિ શબ્દથી બધી અનુપલબ્ધિઓને યા ઉપલબ્ધિઓને લઈ એકમાત્ર પ્રતિષેધની સિદ્ધિ દર્શાવે છે જ્યારે માણિક્યનન્દી અનુપલબ્ધિથી વિધિ અને નિષેધ ઉભયની સિદ્ધિનું નિરૂપણ કરે છે એટલું જ નહિ પણ ઉપલબ્ધિને પણ તે વિધિ-નિષેધ ઉભયસાધક દર્શાવે છે. વિદ્યાનન્દનું વર્ગીકરણ વૈશેષિકસૂત્રના આધારે છે. વૈશેષિકસૂત્રમાં અભૂત ભૂતનું, ભૂત અભૂતનું અને ભૂત ભૂતનું એમ ત્રિવિધ લિંગનો નિર્દેશ છે. પરંતુ વિદ્યાનન્દ તેમાં અભૂત અભૂતનું – તે એક પ્રકાર વધારીને ચાર પ્રકારોની અંદર બધી વિધિનિષેધસાધક ઉપલબ્ધિઓ તથા બધી વિધિનિષેધસાધક અનુપલબ્ધિઓનો સમાવેશ કર્યો છે (પ્રમાણપરીક્ષા, પૃ. ૭૨-૭૪). આ વિસ્તૃત સમાવેશકરણમાં કેટલાક પૂર્વાચાર્યોની સંગ્રહકારિકાઓને ઉદ્ધત કરીને તેમણે બધા પ્રકારોની બધી १. स्वभावानुपलब्धिर्यथा नात्र धूम उपलब्धिलक्षणप्राप्तस्यानुपलब्धेः । कार्यानुपलब्धिर्यथा
नेहाप्रतिबद्धसामर्थ्यानि धूमकारणानि सन्ति धूमाभावात् । व्यापकानुपलब्धिय॑था नात्र शिंशपा वृक्षाभावात् । स्वभावविरुद्धोपलब्धिर्यथा नात्र शीतस्पर्शोऽग्नेरिति । विरुद्धकार्योपलब्धिर्यथा नात्र शीतस्पर्शो धूमादिति । विरुद्धव्याप्तोपलब्धिर्यथा न ध्रुवभावी भूतस्यापि भावस्य विनाशो हेत्वन्तरापेक्षणात् । कार्यविरुद्धोपलब्धिर्यथा नेहाप्रतिबद्धसामर्थ्यानि शीताकारणानि सन्ति अग्नेरिति। व्यापकविरुद्धोपलब्धिर्यथा नात्र तुषारस्पर्शोऽग्नेरिति । कारणानुपलब्धिर्यथा नात्र धूमोऽग्न्यभावात् । कारणविरुद्धोपलब्धिर्यथा नास्य रोमहर्षादिविशेषाः सन्निहितदहनविशेषत्वादिति । कारणविरुद्धकार्योपलब्धिर्यथा न रोमहर्षादिविशेषयुक्तपुरुषवानयं प्रदेशो धूमादिति ।
ન્યાયબિન્દુ, ૨. ૩૨-૪૨ ૨. પરીક્ષામુખ, ૩. પ૭-૫૯, ૭૮, ૮૬. ૩. વિરોધ્યમૂર્ત ભૂત | મૂત-મૂતા પૂતો મૂતાચા વૈશેષિકસૂત્ર, ૩.૧૧-૧૩. ४. अत्र संग्रहश्लोकाः – स्यात् कार्य कारणव्याप्यं प्राक्सहोत्तरचारि च । लिङ्गं तल्लक्षणव्याप्तेर्भूतं
भूतस्य साधकम् ॥ षोढा विरुद्धकार्यादि साक्षादेवोपवणितम् । लिङ्गं भूतमभूतस्य लिङ्गलक्षणयोगतः ।। पारम्पर्यात्तु कार्यं स्यात् कारणं व्याप्यमेव च । सहचारि च निर्दिष्टं प्रत्येकं तच्चतुर्विधम् । कारणाद् द्विष्ठकार्यादिभेदेनोदाहृतं पुरा । यथा षोडशभेदं स्यात् द्वाविंशतिविधं ततः ।। लिङ्गं समुदितं ज्ञेयमन्यथानुपपत्तिमत् । तथा भूतमभूतस्याप्युह्यमन्यदपीदृशम् ।। अभूतं भूतमुनीतं भूतस्यानेकधा बुधेः । तथाऽभूतमभूतस्य यथायोग्यमुदाहरेत ॥ बहुधाप्येवमाख्यातं संक्षेपेण વવિધમ્ | અતિસંક્ષેપતો થોપતાનુપમૃત્ II પ્રમાણપરીક્ષા, પૃ. ૭૪-૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org