________________
૩૯૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
સંયોગની જેમ એકરૂપ સંબંધ નહિ પરંતુ વ્યાપકધર્મ અને વ્યાપ્યધર્મરૂપે વિભિન્ન સ્વરૂપવાળી દર્શાવીને આપ્યો છે અને કહ્યું છે કે પોતાની વિશિષ્ટ વ્યાપ્તિના કારણે વ્યાપ્ય જ ગમક બને છે તથા પોતાની વિશિષ્ટ વ્યાપ્તિના કારણે વ્યાપક જ ગમ્ય બને છે. ગમ્યગમકભાવ સર્વત્ર અનિયત નથી, જેમ આધારાધેયભાવ.
તે પ્રાચીન સમયમાં હેતુ-સાધ્યમાં અનિયતરૂપે ગમ્યગમકભાવની આપત્તિને ટાળવા માટે અર્ચટ જેવા તાર્કિકોએ દ્વિવિધ વ્યાપ્તિની કલ્પના કરી પરંતુ ન્યાયશાસ્ત્રના વિકાસની સાથે જ આ આપત્તિનું નિરાકરણ આપણે બીજી અને વિશેષયોગ્ય રીતે થતું દેખીએ છીએ. નવ્યન્યાયના સૂત્રધાર ગંગેશે ચિન્તામણિમાં પૂર્વપક્ષીય અને સિદ્ધાન્તરૂપે અનેકવિધ વ્યાપ્તિઓનું નિરૂપણ કર્યું છે (ચિન્તામણિ, ગાદાધરી, પૃ. ૧૪૧-૩૯૦). પૂર્વપક્ષીય વ્યાપ્તિઓમાં અવ્યભિચરિતત્વનો પરિષ્કાર છે જે વસ્તુતઃ અવિનાભાવ યા અર્ચટોક્ત વ્યાપ્યધર્મરૂપ છે. સિદ્ધાન્તવ્યાપ્તિમાં જે વ્યાપકત્વનો પરિષ્કારાંશ છે તે જ અર્ચટોક્ત વ્યાપકધર્મરૂપ વ્યાપ્તિ છે. અર્થાત્ અર્ચટે જે વ્યાપકધર્મરૂપ વ્યાપ્તિને ગમકત્વાનિયામક કહી છે તેને ગંગેશ વ્યાપ્તિ જ નથી કહેતા, તે તેને વ્યાપકત્વ માત્ર કહે છે અને તથાવિધ વ્યાપકના સામાનાધિકરણ્યને જ વ્યાપ્તિ કહે છે. ગંગેશનું આ નિરૂપણ વિશેષ સૂક્ષ્મ છે. ગંગેશ જેવા તાર્કિકોનું અવ્યભિચરિતત્વ, વ્યાપકત્વ આદિ વિષયક નિરૂપણ આચાર્ય હેમચન્દ્રની નજરે ચડ્યું હોત તો તેનો પણ ઉપયોગ પ્રસ્તુત પ્રકરણમાં અવશ્ય દેખાત.
૩
વ્યાપ્તિ, અવિનાભાવ, નિયતસાહચર્ય આ પર્યાયશબ્દો તર્કશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. અવિનાભાવનું રૂપ દેખાડીને જે વ્યાપ્તિનું સ્વરૂપ કહેવામાં આવે છે તે તો માણિક્યનન્દી (પરીક્ષામુખ, ૩. ૧૭-૧૮) આદિ બધા જૈન તાર્કિકોના ગ્રંથોમાં દેખાય છે પરંતુ અર્ચટોક્ત નવા વિચારનો સંગ્રહ આચાર્ય હેમચન્દ્ર સિવાય બીજા કોઈ જૈન તાર્કિકના ગ્રંથમાં જોવામાં નથી આવ્યો.
तस्य पक्षधर्मस्य सतो व्याप्तिः
૧.
न तावदव्यभिचरितत्वं तद्धि न साध्याभाववदवृत्तित्वम्, साध्यवद्भिन्नसाध्याभाववदवृत्तित्वं... સાધ્યવય્યાવૃત્તિત્વ વા । ચિન્તામણિ, ગાદાધરી, પૃ. ૧૪૧.
२. प्रतियोग्यसमानाधिकरणयत्समानाधिकरणात्यन्ताभावप्रतियोगितावच्छेदकावच्छिन्नं यन्न भवति । ચિન્તામણિ, ગાદાધરી, પૃ. ૩૯૧.
૩. તેન સમં તસ્ય સામાનધિરથં વ્યાપ્તિ:। ચિન્તામણિ, ગાદાધરી, પૃ. ૩૯૧.
પૃ. ૧૮૨ ‘વ્યાપ્તિ: કૃત્તિ'
Jain Education International
www
તુલના
w
For Private & Personal Use Only
www.jainelibrary.org