________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૯૩
જૈન પરંપરા ન્યાય, વૈશેષિક આદિ વૈદિક દર્શનોની જેમ એકાન્ત નિત્યત્વ અર્થાત્ ફૂટસ્થનિત્યત્વ નથી માનતી તેમ છતાં વિભિન્ન પૂર્વાપર અવસ્થાઓમાં વત્વને વાસ્તવિક માને છે તેથી જ તે પણ પ્રત્યભિજ્ઞાના પ્રામાણ્યની પક્ષપાતિની છે. પ્રત્યભિજ્ઞાના સ્વરૂપના સંબંધમાં મુખ્યતઃ ત્રણ પક્ષ છે બૌદ્ધ, વૈદિક અને જૈન. બૌદ્ધ પક્ષ કહે છે કે પ્રત્યભિજ્ઞા નામનું કોઈ એક જ્ઞાન નથી પરંતુ સ્મરણ અને પ્રત્યક્ષ એ સમુચ્ચિત બે જ્ઞાનો જ પ્રત્યભિજ્ઞા શબ્દથી વ્યવહૃત છે. તેનો ‘તત્’ અંશ અતીત હોવાથી પરોક્ષરૂપ હોવાના કારણે સ્મરણગ્રાહ્ય છે, તે પ્રત્યક્ષગ્રાહ્ય' બની શકતો જ નથી, જ્યારે ‘ઇદમ્’ અંશ વર્તમાન હોવાના કારણે પ્રત્યક્ષગ્રાહ્ય છે, તે સ્મરણગ્રાહ્ય બની શકતો જ નથી. આમ વિષયગત પરોક્ષત્વાપરોક્ષત્વના આધારે બે જ્ઞાનોના સમુચ્ચયને પ્રત્યભિજ્ઞા કહેનાર બૌદ્ધ પક્ષની વિરુદ્ધ ન્યાય, મીમાંસક આદિ વૈદિક દર્શનો કહે છે કે પ્રત્યભિજ્ઞા એ તો પ્રત્યક્ષરૂપ એક જ્ઞાન છે, પ્રત્યક્ષ-સ્મરણ બે જ્ઞાનો નથી. ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષમાં વર્તમાન માત્ર વિષયકત્વનો જે નિયમ છે તે સામાન્ય નિયમ છે, તેથી સામગ્રીવિશેષદશામાં તે નિયમ સાપવાદ બની જાય છે. વાચસ્પતિ મિશ્ર પ્રત્યભિજ્ઞામાં પ્રત્યક્ષત્વને ઘટાવતાં કહે છે કે સંસ્કાર યા સ્મરણરૂપ સહકારીના બળે વર્તમાનમાત્રગ્રાહી ઇન્દ્રિય પણ અતીતાવસ્થાવિશિષ્ટ વર્તમાનને ગ્રહણ કરી શકવાના કારણે પ્રત્યભિજ્ઞાજનક બની શકે છે. જયન્ત વાચસ્પતિના ઉક્ત કથનનું અનુસરણ કરવા ઉપરાંત પણ એક નવીન યુક્તિ પ્રદર્શિત કરે છે. તે કહે છે કે સ્મરણસહષ્કૃતઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ પછી એક માનસજ્ઞાન થાય છે જે પ્રત્યભિજ્ઞા કહેવાય છે. જયન્તનું આ કથન પછીના નૈયાયિકોના અલૌકિકપ્રત્યક્ષવાદની કલ્પનાનું બીજ જણાય છે.
જૈન તાર્કિક પ્રત્યભિજ્ઞાને ન તો બૌદ્ધની જેમ જ્ઞાનસમુચ્ચય માને છે કે ન તો નૈયાયિક આદિની જેમ બહિરિન્દ્રિયજન્ય પ્રત્યક્ષ માને છે. તેઓ પ્રત્યભિજ્ઞાને પરોક્ષ જ્ઞાન માને છે અને કહે છે કે ઇન્દ્રિયજન્ય જ્ઞાન અને સ્મરણ પછી એક સંકલનાત્મક વિજાતીય માનસ જ્ઞાન પેદા થાય છે તે જ પ્રત્યભિજ્ઞા કહેવાય છે. અકલંકોપન્ન (લઘીયસ્ત્રયી, ૩.૧થી) પ્રત્યભિજ્ઞાની આ વ્યવસ્થા જે સ્વરૂપમાં જયન્તની
૧. ....તસ્માત્ કે તે જ્ઞાને સ તિ સ્મરળમ્ અયમ્ કૃત્યનુભવઃ । ન્યાયમંજરી, પૃ. ૪૪૯ ૨. તાત્પર્યટીકા, પૃ. ૧૩૯.
૩. Ë પૂર્વજ્ઞાનવિશેષિતસ્ય સ્તમ્ભારેવિશેષળમતીતક્ષળવિષય કૃતિ માનસી પ્રત્યમિન્ની । ન્યાયમંજરી, પૃ.૪૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org