SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ અધ્યાયનું બીજું આત્મિક અ.૧. આ. ૨. સૂત્ર ૧-૨. પૃ. ૧૬૭-૧૬૮. જુઓ ૧.૧.૯-૧૦નું ટિપ્પણ. પૃ. ૧૬૮ “વાહનોલો' – બધા તાર્કિક વિદ્વાનો મરણનું લક્ષણ કોઈ એક આધાર ઉપર કરતા નથી. કણાદે'આભ્યન્તર કારણ સંસ્કારના આધાર ઉપર જમરણના લક્ષણનું પ્રણયન કર્યું છે. પતંજલિએ વિષયસ્વરૂપના નિર્દેશ દ્વારા જ સ્મૃતિનું લક્ષણ બાંધ્યું છે, જ્યારે કણાદના અનુગામી પ્રશસ્તપાદે પોતાના ભાષ્યમાં કારણ, વિષય અને કાર્ય એ ત્રણ દ્વારા સ્મરણનું નિરૂપણ કર્યું છે. જૈન પરંપરામાં સ્મરણ અને તેના કારણ ઉપર તાર્કિકશૈલીથી વિચાર કરવાનો પ્રારંભ પૂજ્યપાદ (સર્વાર્થસિદ્ધિ, ૧.૧૫) અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ (વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૧૮૮-૧૮૯) દ્વારા થયો. જણાય છે. વિદ્યાનન્દ (પ્રમાણપરીક્ષા, પૃ. ૬૯) પતંજલિની જેમ વિષયનિર્દેશ દ્વારા જ મૃતિનું લક્ષણ રચ્યું છે. પરંતુ તેમાં આકારનો નિર્દેશ ઉમેર્યો છે. માણિક્યનન્દીએ (પરીક્ષામુખ, ૩.૩) કણાદની જેમ સંસ્કારાત્મક કારણ દ્વારા જ સ્મૃતિનું લક્ષણ બાંધ્યું છે, તો પણ તેમાં આકારનિર્દેશ ઉમેર્યો છે જ. વાદી દેવે (પ્રમાણનયતત્ત્વાલક, ૩.૩.) વિદ્યાનન્દ અને માણિક્યનન્દી બને અનુસરીને પોતાના સ્મૃતિલક્ષણમાં કારણ, વિષય અને આકારત્રણેનો નિર્દેશ કર્યો છે. આચાર્ય હેમચન્દ્રતો માણિક્યનન્દીનું જ અનુસરણ કર્યું છે અને તદનુસાર પોતાના લક્ષણસૂત્રમાં સ્મૃતિના આકાર અને કારણને જ સ્થાન આપ્યું છે. પૃ. ૧૬૯ “સશનિદ્રિ' – તુલના – પ્રાધાનનિવશ્વાસलिङ्गलक्षणसादृश्यपरिग्रहाश्रयाश्रितसम्बन्धानन्तर्यवियोगैककार्यविरोधातिशयप्राप्तिव्यवधानसुखदुःखेच्छाद्वेषभयार्थित्वक्रियारागधर्माधर्मनिमित्तेभ्यः। ન્યાયસૂત્ર, ૩.૨. ૪૩. આ સૂત્રમાં જેટલાં સંસ્કારોદ્ધોધક નિમિત્ત સંગૃહીત છે તેટલાં એક જગાએ ક્યાંય ૧. માન: સંવશેષત્ સંરક્ત કૃતિઃ વૈશેષિકસૂત્ર, ૯.૨.૬. ૨. કનુભૂતવિષયાડસપ્રમોષ: ગૃતિ | યોગસૂત્ર, ૧.૧૧. ૩. પ્રશસ્તપાદભાષ્ય, પૃ. ૨૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy