________________
૩૮૪
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા
ફલ છે, જ્યારે વિજ્ઞાનવાદ જેને પાર્થસારથિ યોગાચાર કહે છે તેના મત અનુસાર જ્ઞાનગત સ્વસંવેદન જ ફલ છે અને જ્ઞાનગત તથાવિધ યોગ્યતા જ પ્રમાણ છે. એ ધ્યાનમાં રહે કે બૌદ્ધ મત અનુસાર પ્રમાણ અને ફલ બન્ને જ્ઞાનગત ધર્મો છે અને . તેમનામાં ભેદ માનવામાં ન આવતો હોવાના કારણે તેઓ અભિન્ન કહેવાયા છે. કુમારિલે આ બૌદ્ધસમ્મત અભેદવાદનું ખંડન (શ્લોકવાર્તિક, પ્રત્યક્ષ. શ્લોક ૭૪થી) કરીને જે વૈશેષિક-નૈયાયિકના ભેદવાદનું અભિમતરૂપે સ્થાપન કર્યું છે, તેનો જવાબ શાન્તરક્ષિતે અક્ષરશઃ આપીને બૌદ્ધસમ્મત અભેદવાદની તર્કસંગતતા દર્શાવી છે - તત્ત્વસંગ્રહ, કારિકા ૧૩૪૦થી.
---
જૈન પરંપરામાં સૌપ્રથમ તાર્કિક સિદ્ધસેન અને સમન્તભદ્ર જ છે જેમણે લૌકિક, દૃષ્ટિએ પણ પ્રમાણના ફલનો વિચાર જૈન પરંપરા અનુસાર વ્યવસ્થિત કર્યો. ઉક્ત બન્ને આચાર્યોનું ફલવિષયક કથન શબ્દ અને ભાવમાં સમાન જ છે ન્યાયાવતાર, કારિકા ૨૮. આપ્તમીમાંસા, કારિકા ૧૦૨. બન્નેના કથન અનુસાર પ્રમાણનું સાક્ષાત્ ફળ તો અજ્ઞાનનિવૃત્તિ જ છે, પરંતુ વ્યવહિત ફલ યથાસંભવ હાનોપાદાનોપેક્ષાબુદ્ધિ છે. સિદ્ધસેન અનેં સમન્તભદ્રના કથનમાં ત્રણ વાતો ધ્યાન દેવા યોગ્ય છે.
(૧) અજ્ઞાનવિનાશનો ફલ તરીકે ઉલ્લેખ. તેનો વૈદિક-બોદ્ધ પરંપરામાં નિર્દેશ દેખાતો નથી.
(૨) વૈદિક પરંપરામાં જે મધ્યવર્તી ફલોનું સાપેક્ષભાવે પ્રમાણ અને ફલ તરીકે કથન છે તેના ઉલ્લેખનો અભાવ, જેવો કે બૌદ્ધ તર્કગ્રન્થોમાં પણ છે.
(૩) પ્રમાણ અને ફલના ભેદાભેદવિષયક કથનનો અભાવ.
સિદ્ધસેન અને સમન્તભદ્ર પછી અકલંક જ આ વિષયમાં પ્રધાન દેખાય છે જેમણે સિદ્ધસેન-સમન્તભદ્રદર્શિત ફલવિષયક જૈન મન્તવ્યનો સંગ્રહ કરતાં તેમાં અનિર્દિષ્ટ બન્ને અંશોની સ્પષ્ટપણે પૂર્તિ કરી, અર્થાત્ અકલંકે પ્રમાણ અને ફલના ભેદાભેદવિષયક જૈનમન્તવ્યને સ્પષ્ટપણે કહ્યો (અષ્ટશતી-અષ્ટસહસ્રી, પૃ. ૨૮૩૨૮૪) અને મધ્યવર્તી લોને પ્રમાણ તથા ફલ ઉભયરૂપ કહેવાની વૈશેષિક, નૈયાયિક, મીમાંસકની સાપેક્ષ શૈલીને જૈન પ્રક્રિયા અનુસાર ઘટાવી તેનો સ્પષ્ટ નિર્દેશ
―
૧. વિષયાધિશતિશ્ચાત્ર પ્રમાણ તમિષ્યતે ।
સ્વિિત્તર્વા પ્રમાળં તુ સાયં યોગ્યતાપિ વા ।। તત્ત્વસંગ્રહ, કારિકા ૧૩૪૪. શ્લોકવાર્તિકન્યાયરત્નાકરટીકા, પૃ. ૧૫૮-૧૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org