________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૮૩ ભિન્ન જ માને છે. બૌદ્ધ દર્શન તેને અભિન્ન ગણે છે જ્યારે જૈન દર્શન પોતાની અનેકાન્ત પ્રકૃતિ અનુસાર પ્રમાણ-ફલનો ભેદભેદ દર્શાવે છે.
ફલના સ્વરૂપના વિષયમાં વૈશેષિક, નૈયાયિક અને મીમાંસક બધાનું મવ્ય એકસરખું છે. તે બધા ઇન્દ્રિયવ્યાપાર પછી થનારા સગ્નિકર્ષથી લઈને હાનોપાદાનોપેક્ષાબુદ્ધિ સુધીનાં ક્રમિક ફલોની પરંપરાને ફલ કહેતા હોવા છતાં પણ તે પરંપરામાં પૂર્વ પૂર્વ ફલને ઉત્તર ઉતર ફલની અપેક્ષાએ પ્રમાણ પણ કહે છે અર્થાત્ તેમના કથન અનુસાર ઇન્દ્રિય તો પ્રમાણ જ છે, ફળ નથી, અને હાનોપાદાનોપેક્ષાબુદ્ધિ જે અન્તિમ ફળ છે તે ફળ જ છે, પ્રમાણ નથી. પરંતુ વચ્ચેના સન્નિકર્ષ, નિર્વિકલ્પ અને સવિકલ્પ એ ત્રણે પૂર્વ પ્રમાણની અપેક્ષાએ ફલ અને ઉત્તર ફલની અપેક્ષાએ પ્રમાણ પણ છે. આ મન્તવ્યમાં ફળ પ્રમાણ કહેવાય છે પરંતુ તે સ્વભિન્ન ઉત્તરફલની અપેક્ષાએ. આમ આ મતમાં પ્રમાણ-ફલનો ભેદ સ્પષ્ટ જ છે. વાચસ્પતિ મિથે આ ભેદને ધ્યાનમાં રાખીને સાંખ્ય પ્રક્રિયામાં પણ પ્રમાણ અને ફલની વ્યવસ્થા પોતાની કૌમુદીમાં કરી છે.'
બૌદ્ધ પરંપરામાં ફલના સ્વરૂપ અંગે બે મન્તવ્યો છે – પહેલું વિષયાધિગમને અને બીજું સ્વસંવિત્તિને ફલ કહે છે. દિનાગસંગૃહીત આ બન્ને મન્તવ્યોમાંથી પહેલાનું જ કથન અને વિવરણ ધર્મકીર્તિ તથા તેમના ટીકાકાર ધર્મોત્તરે કર્યું છે તથાપિ શાન્તરક્ષિતે તે બન્ને મન્તવ્યોનો સંગ્રહ કરવા ઉપરાંત તેમનું સયુક્તિક ઉપપાદન અને તેમના પારસ્પરિક અંતરનું પ્રતિપાદન પણ કર્યું છે. શાન્તરક્ષિત અને તેમના શિષ્ય કમલશીલે એ સ્પષ્ટ દર્શાવ્યું છે કે બાહ્યાર્થવાદ જેને પાર્થસારથિ મિશ્ર સૌત્રાન્તિકનો કહ્યો છે તેના મત અનુસાર જ્ઞાનગત વિષયસારૂપ્ય પ્રમાણ છે અને વિષયાધિગતિ
૧. શ્લોકવાર્તિક, પ્રત્યક્ષ. શ્લોક૭૪-૭૫. ૨. પ્રમાણસમુચ્ચ, ૧.૯. ન્યાયબિન્દુટીકા, ૧.૨૧. ૩. રપ ક્રિયાયાશ્ય થંવિવેવં પ્રવતવિરામવત્ નાના– ૨ પાલિવા અષ્ટશતી
અષ્ટસહસ્ત્રી-પૃ. ૨૮૩-૨૮૪. ૪. યુવા ક્ષત્રિર્વતવા જ્ઞાનં પ્રતિ:, યુવા જ્ઞાનં તવા હાનોપાલનપેક્ષાવૃદ્ધ: તમ્ ન્યાયભાષ્ય,
૧.૧.૩. શ્લોકવાર્તિક, પ્રત્યક્ષ શ્લોક પ૯-૭૩.પ્રકરણપંચિકા પૃ. ૬૪. કન્ટલી, પૃ. ૧૯૮
૫. સાંખ્યતત્ત્વકૌમુદી, કારિકા ૪.
૬. પ્રમાણસમુચ્ચય, ૧. ૧૦-૧૨. શ્લોકવાર્તિક-ન્યાયરત્નાકરટીકા, પૃ.૧૫૮-૧૫૯. . . ૭. ન્યાયબિન્દુ, ૧.૧૮-૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org