________________
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ
૩૮૧
પૃ. ૧૫૨ ‘વિરોધાદ્ધિ'
· અન્ય વાદીઓએ અનેકાન્ત ઉપર દીધેલા દોષોનો પરિહાર જૈન આચાર્યોએ કર્યો છે. આ પરિહારમાં પરિહત દોષોની સંખ્યા અંગે તથા તે દોષોના સ્વરૂપ અંગે અનેક પરંપરાઓ છે. ભટ્ટારક અકલંકે સંશય, વિરોધ, વૈયધિકરણ્ય, ઉભયદોષપ્રસંગ, અનવસ્થા, સંકર, અભાવ આ દોષોને ગણાવ્યા છે. આચાર્ય હરિભદ્રે (શાસ્રવાર્તાસમુચ્ચય સ્વોપશ ટીકા કારિ ૫૧૦-૫૧૮) સંખ્યાનો નિર્દેશ કર્યા વિના જ વિરોધ, અનવસ્થા, ઉભય, સંશય આ દોષોનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે અને આદિશબ્દ દ્વારા અન્ય દોષોનું સૂચન પણ કર્યું છે. વિઘાનન્દે (અષ્ટસહસ્રી, પૃ. ૨૨૭) વિરોધ, વૈયધિકરણ્ય, સંશય, વ્યતિકર, સંકર, અનવસ્થા, અપ્રતિપત્તિ અને અભાવ એમ સ્પષ્ટ નામપૂર્વક આઠ દોષો ગણાવ્યા છે. પ્રભાચન્દ્રે (પ્રમેયકમલમાર્તંડ પૃ. ૧૫૬) આઠ દોષો ગણાવ્યા છે પરંતુ બન્નેએ આપેલી નામાવલીઓમાં થોડું અંતર છે કેમકે વિદ્યાનન્દ ‘ઉભય’ દોષનો ઉલ્લેખ કરતા નથી પરંતુ અપ્રતિપત્તિને દોષ કહી આઠની સંખ્યા પૂરી કરે છે, જ્યારે પ્રભાચન્દ્ર ‘ઉભય’ દોષને ગણાવીને જ આઠ દોષની સંખ્યા પૂરી કરે છે અને અપ્રતિપત્તિને અલગ દોષ નથી ગણતા. આમ દિગમ્બરીય ગ્રંથોમાં સંખ્યા આઠ હોવા છતાં પણ તેની બે પરંપરાઓ થઈ.
-
અભયદેવે ‘ઉભય’ દોષનો ઉલ્લેખ કર્યો છે (સન્મતિટીકા, પૃ. ૪૫૨) પરંતુ તેમની દોષસંખ્યા સાતની છે જે વાદી દેવસૂરિને પણ માન્ય છે તેમ છતાં પણ વાદી દેવસૂરિ (સ્યાદ્વાદરત્નાકર, પૃ. ૭૩૮) અને અભયદેવ બન્નેની સાત સંખ્યાની પૂર્તિ એકસરખી નથી, કેમ કે અભયદેવની ગણનામાં ‘અભાવ’ દોષ છે પરંતુ વ્યતિકર નથી જ્યારે વાદી દેવસૂરિની ગણનામાં ‘વ્યતિકર’ છે પણ ‘અભાવ’ નથી. આમ
શ્વેતામ્બરીય ગ્રંથોમાં સાતસંખ્યાની બે પરંપરાઓ બની.
આચાર્ય હેમચન્દ્ર જે આઠ દોષોનો પરિહાર કર્યો છે તે બરાબર વિદ્યાનન્દસમ્મત જ આઠ દોષો છે. હેમચન્દ્ર કરેલો આઠ દોષોનો પરિહાર શ્વેતામ્બરીય ગ્રંથોમાં પ્રથમ દાખલ થયેલો જણાય છે જેનું અનુકરણ તેમના અનુગામી મલ્લિષણસૂરિએ સ્યાદ્વાદમંજરીમાં (કારિકા ૨૪) કર્યું છે. અનેકાન્તવાદ ઉપર જ્યારથી દાર્શનિક ક્ષેત્રમાં આક્ષેપો થવા લાગ્યા ત્યારથી આક્ષેપકોએ આપેલા દોષોની સંખ્યા પણ એકસરખી રહી નથી, તે ક્રમશઃ વધી હોય એવું જણાય છે. તે દોષોના નિવારક જૈન આચાર્યોના ગ્રંથોમાં પણ પરિહત દોષોની સંખ્યાનો ઉત્તરોત્તર વિકાસ જ થયો છે, ત્યાં સુધી કે અંતિમ જૈન તાર્કિક ઉપાધ્યાય યશોવિજયજીએ (શાસ્ત્રવાર્તાસમુચ્ચયટીકા પૃ.૨૯૬ A) આઠ ઉપરાંત અન્ય દોષોનો— આત્માશ્રય, પરસ્પરાશ્રય, ચક્રક આદિનો પણ નિર્દેશ
Jain Educon International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org