________________
૩૮૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા છે ત્યાં સુધી, એ આઠ દોષોમાંથી ત્રણ દોષોનો સ્પષ્ટરૂપે નામનિર્દેશ તો શંકરાચાર્યકૃત ખંડન (૨.૨.૩૩) અને તત્ત્વસંગ્રહકૃત ખંડન(કારિકા ૧૭૦૯)માંથી મળે છે પરંતુ તે આઠ દોષોનો સ્પષ્ટ નામનિર્દેશ કોઈ એક જગાએ યા તો ભિન્ન ભિન્ન સ્થાનોમાં મળીને પણ દેખવામાં નથી આવ્યો. સંભવ છે કે અનેકાન્તનું ખંડન કરતો એવો પણ કોઈ ગ્રંથ હશે જેમાં તે આઠ દોષોનો સ્પષ્ટ નિર્દેશ હોય. અથવા એ પણ બની શકે કે આવા આઠ દોષોનાં અલગ અલગ નામ અને તેમનાં લક્ષણ કોઈ ગ્રન્થમાં આવ્યાં જ ન હોય. કેવળ અનેકાન્તખંડનપરાયણ વિચારશૈલી અને ભાષારચનાને જોઈને તે ખંડનમાંથી વધુમાં વધુ ફલિત થતા આઠ દોષોનાં નામ અને લક્ષણ જવાબ દેવા માટે જૈનાચાર્યોએ પોતે જ તારવીને તેમનું યુક્તિપૂર્ણ નિરસન કર્યું હોય એ સંભવે છે. કુમારિલે અનેકાન્ત ઉપર વિરોધ અને સંશયએ બે દોષોની સંભાવના કરીને જ તેમનું નિવારણ કર્યું છે. શંકરાચાર્યના ખંડનમાં (બ્રહ્મસૂત્ર-શાંકરભાષ્ય ૨.૨.૩૩) મુખ્યપણે ઉક્ત બે જ દોષ ફલિત થાય છે. શાન્તરક્ષિતના ખંડનમાં ઉક્ત બે દોષો ઉપરાંત સંકર નામના ત્રીજા દોષનો સ્પષ્ટ નિર્દેશ છે (તત્ત્વસંગ્રહ, કારિકા ૧૭૨૨).
અનેકાન્તવાદ ઉપર પ્રતિવાદીઓએ દીધેલા દોષોનો ઉદ્ધાર કરનારા જૈનચાર્યોમાં વ્યવસ્થિત અને વિશ્લેષણપૂર્વક તે દોષોનું નિવારણ કરનાર સૌપ્રથમ અકલંક અને હરિભદ્ર જ જણાય છે. તેમનું અનુસરણ પછીના બધા જ જૈન વિદ્વાનોએ કર્યું છે. આચાર્ય હેમચન્દ્ર પણ એ માર્ગને અનુસરી આઠ દોષોનો ઉદ્ધાર કર્યો છે અને સ્યાદ્વાદને એક પૂર્ણ અને નિર્દોષ વાદ તરીકે સ્થાપ્યો છે.
મૂળે સ્યાસ્પદયુક્ત હોવાના કારણે કેવળ સપ્તભંગીનું નામ સ્યાદ્વાદ છે. વ્યવહાર, નિશ્ચય, નૈગમ, સંગ્રહ આદિ નય એ બધા નયવાદ અંતર્ગત છે. સ્યાદ્વાદ અને નયવાદ એ બન્ને એકમાત્ર અનેકાન્તવાદમાંથી જ ફલિત થયેલા ભિન્ન ભિન્ન વાદો છે જે શૈલી, શબ્દરચના, પૃથક્કરણ વગેરેમાં ભિન્ન હોવા છતાં પણ અનેકાન્તસૂચકના રૂપમાં અભિન્ન છે. જૈન શાસ્ત્રોની વ્યાખ્યાનો નિક્ષેપાત્મક પ્રકાર અને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિવાળો પૃથક્કરણપ્રકાર પણ અનેકાન્ત દષ્ટિનો જ દ્યોતક છે. અનેકાન્તવાદ એ વ્યાપક શબ્દ છે જેમાં સ્યાદ્વાદ, નયવાદ, નિક્ષેપપદ્ધતિ આદિ બધાંનો સમાવેશ થઈ જાય છે. જો કે આ સમયમાં અનેકાન્તવાદ અને સ્વાદ્વાદ બન્ને શબ્દો પર્યાય તરીકે વપરાતા દેખાય છે તેમ છતાં સ્યાદ્વાદ મૂળમાં અનેકાન્તવાદનો એક વિશેષ અંશમાત્ર છે. ૧. શ્લોકવાર્તિક, આકૃતિવાદ ૫૪ અને વનવાદ ૭૯-૮૦ ૨. પ્રમાણસંગ્રહ લિખિત, પૃ. ૬૫ A. અને કાતજયપતાકાટીકા, પૃ. ૩૦થી.
શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ૭. ૩૪-૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org