SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા શ્વેતામ્બર આચાર્યોમાં પણ આચાર્ય હેમચન્દ્રની ખાસ વિશેષતા છે કારણ કે તેમણે ગૃહીતગ્રાહી અને ગ્રહીષ્યમાણગ્રાહી બન્નેની સમાનતા દર્શાવીને બધાં ધારાવાહિશાનોના પ્રામાણ્યનું જે સમર્થન કર્યું છે તે ખાસ નોંધપાત્ર છે. ૩૧૮ પૃ. ૬૮ ‘તત્રાપૂર્વાર્થ’ તુલના — હેતુબિન્દુટીકા લિખિત પૃ. ૮૭. - ---- પૃ. ૬૯‘પ્રદ્દીષ્ટમાળ' — ‘અનધિગત’ યા ‘અપૂર્વ’ પદ જે ધર્મોત્તર, અકલંક, માણિક્યનન્દીઆદિનાલક્ષણવાક્યમાં છેતેનેઆચાર્યહેમચન્દ્રપોતાના લક્ષણમાં જ્યારે સ્થાન ન આપ્યું ત્યારે તેમની સામે એ પ્રશ્ન આવ્યો કે ધારાવાહિક અને સ્મૃતિ વગેરે જ્ઞાન જે અધિગતાર્થક યા પૂર્વાર્થક છે અને જેમને અપ્રમાણ માનવામાં આવે છે તેમને પ્રમાણ માનોછોકે અપ્રમાણ? જો અપ્રમાણ માનોતોસમ્યગર્થનિર્ણયરૂપપ્રમાણલક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય તેથી ‘અનધિગત’ યા ‘અપૂર્વ’ પદ લક્ષણમાં મૂકી અતિવ્યાપ્તિનો નિરાસ કેમ નથી કરતા ? આ પ્રશ્નનો ઉત્તર આ સૂત્રમાં આચાર્ય હેમચન્દ્રે ઉક્ત જ્ઞાનોનું પ્રામાણ્ય સ્વીકારીને આપ્યો છે. આ સૂત્રની પ્રાસાદિક અને અર્થપૂર્ણ રચના હેમચન્દ્રની પ્રતિભા અનેવિચારવિશદતાની ઘોતક છે. પ્રસ્તુત અર્થમાં આટલું સંક્ષિપ્ત, પ્રસન્ન અને સયુક્તિક વાક્ય આજ સુધી અન્યત્ર જોયું નથી. પૃ. ૬૯‘દ્રવ્યાપેક્ષવા’ જો કેન્યાયાવતારની ટીકામાં સિદ્ધર્ષિએ પણ અનધિગત વિશેષણનું ખંડન કરતાં દ્રવ્યપર્યાયરૂપથી અહીંજેવા જ વિકલ્પો ઉઠાવ્યાછેતેમછતાંત્યાં આઠ વિકલ્પો હોવાથી એક રીતની જટિલતા આવી ગઈ છે. આચાર્ય હેમચન્દ્રે પોતાની પ્રસન્ન અને સંક્ષિપ્ત શૈલીમાં બે વિકલ્પો દ્વારા જ બધું કહી દીધું છે. તત્ત્વોપપ્લવગ્રન્થના અવલોકનથી અને આચાર્યહેમચન્દ્રેકરેલાતેના અભ્યાસના અનુમાનથી એક વાત મનમાં આવે છે. તે એ કે પ્રસ્તુત સૂત્રગત યુક્તિ અને શબ્દરચના બન્નેના સ્ફુરણનું નિમિત્ત કદાચ આચાર્ય હેમચન્દ્ર ઉપર પડેલો તત્ત્વોપપ્લવનો પ્રભાવ જ હોય. १. तत्रापि सोऽधिगम्योऽर्थः किं द्रव्यम्, उत पर्यायो वा द्रव्यविशिष्टपर्यायः, पर्यायविशिष्टं वा · द्रव्यमिति, तथा किं सामान्यम्, उत विशेषः, आहोस्वित् सामान्यविशिष्टो विशेषः, विशेषविशिष्टं વા સામાન્યમ્ કૃત્યો પક્ષાઃ । ન્યાયાવતારસિદ્ધર્પિટીકા, પૃ. ૧૩. २. अन्ये तु अनधिगतार्थगन्तृत्वेन प्रमाणलक्षणमभिदधति, ते त्वयुक्तवादिनो द्रष्टव्याः । कथमयुक्तवादिता तेषामिति चेत्, उच्यते विभिन्नकारको त्पादितैकार्थविज्ञानानां यथाव्यवस्थितैकार्थगृहीतिरूपत्वाविशेषेऽपि पूर्वोत्पन्नविज्ञानस्य प्रामाण्यं नोत्तरस्य इत्यत्र नियामकं वक्तव्यम् । अथ यथावस्थितार्थगृहीतिरूपत्वाविशेषेऽपि पूर्वोत्पन्नविज्ञानस्य प्रामाण्यमुपपद्यते न प्रथमोत्तरविज्ञानस्य, तदा अनेनैव न्यायेन प्रथमस्याप्यप्रमाण्यं प्रसक्तम्, गृहीतार्थग्राहित्वाविशेषात् । तत्त्वोपप्लवसिंह લિખિત પૃ. ૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy