________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
हसत हसत स्वामिन्युच्चैरुदत्यतिरोदिति कृतपरिकरं स्वेदोद्गारि प्रधावति धावति । गुणसमुदितं दोषापेतं प्रणिन्दति निन्दति
૨૮૫
ધનનવરિઋીત યન્ત્ર પ્રનૃત્યતિ નૃત્યતિ ॥ [વાદન્યાય,પૃ. ૧૧૧]
અનુવાદ — [કૈવી કરુણતા !] [સેવકના રૂપમાં] થોડાક અમથા દામથી સંપૂર્ણપણે ખરીદાયેલું આ યન્ત્ર જ્યારે સ્વામી હસે છે ત્યારે મોટેથી હસે છે, જ્યારે સ્વામી રડે છે ત્યારે જોર જોરથી રડે છે, જ્યારે સ્વામી ઝડપથી ચાલે છે ત્યારે કેડ બાંધી પરસેવે રેબઝેબ થતું ઉતાવળે દોટ મૂકે છે, જ્યારે સ્વામી દોષ કાઢતા હોય છે ત્યારે ગુણસમ્પન્ન અને નિર્દોષ ઉપર દોષો અને આક્ષેપોની ઝડી વરસાવે છે, અને જ્યારે સ્વામી નાચે છે ત્યારે ઠેકડા મારતું નાચેકૂદે છે.
Jain Education International
[અહીં ક્રિયાપદોમાં શબ્દસામ્ય હોવા છતાં અર્થછાયામાં ભેદ છે, એટલે પુનરુક્તિ નથી. હસતિ, રુતિ, ધાવતિ, નિન્દતિ અને નૃત્યતિ આ પાંચ વર્તમાન કૃદન્તનાં સપ્તમી વિભક્તિનાં સ્વામિનિ (સપ્તમી વિભક્તિ) સાથે જતાં રૂપો છે. સ્વામીને ખુશ કરવા સ્વામીનું વધુ પડતું અનુકરણ કરતા સેવક સાથે જતાં વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનાં રૂપો છે - (ઉજ્જૈ:) હસતિ, અતિરોદિતિ, પ્રધાવતિ, પ્રણિદ્ઘતિ અને પ્રનૃત્યતિ. અહીં ક્રિયાપદની આગળ લાગેલા ઉપસર્ગો સેવકની ક્રિયાઓની વિલક્ષણતા (અતિશયતા – વધુ પડતાપણું) દર્શાવે છે.]
-
સ્પષ્ટ અર્થના વાચક તે જ કે અન્ય શબ્દો દ્વારા વાદીએ સભ્યોને પોતાને અભીષ્ટ હોય તે સમજાવી દેવું જોઈએ. જે તે અર્થને જણાવતા ન હોય તેવા (અપ્રતિપાદક) શબ્દોનું અભિધાન ન તો એક વાર ક૨વું જોઈએ કે ન તો વારંવાર કરવું જોઈએ, પરંતુ તેવા શબ્દોના અભિધાનથી નિરર્થક નિગ્રહસ્થાન થાય, પુનરુક્ત નહિ. વળી, જે અર્થ અર્થપત્તિ (implication)થી જણાઈ જતો હોય તેને તેના વાચક શબ્દ દ્વારા પુનઃ કહેવો એ ‘પુનરુક્ત’ નિગ્રહસ્થાન છે. ઉદાહરણ — ‘વાદળો વિના વરસાદ થતો નથી' એમ કહેવામાં આવતાં અર્થપત્તિથી, કહ્યા વિના, જ્ઞાન થઈ જાય છે કે ‘વાદળો હોતાં વરસાદ થાય છે’, તેમ છતાં તેના વાચક શબ્દો કંઠથી ઉચ્ચારી તે અર્થને કહેવો તે ‘પુનરુક્ત’ નિગ્રહસ્થાન છે, કારણ કે અર્થજ્ઞાન થયા પછી અર્થને જણાવવા શબ્દનો પ્રયોગ કરવાનું શું પ્રયોજન ? પ્રતીત અર્થનું શબ્દ દ્વારા પ્રતિપાદન કરવાનો શો અર્થ ? જ્ઞાત અર્થનું શબ્દ દ્વારા પ્રતિપાદન વ્યર્થ છે એ કારણે આ નિગ્રહસ્થાન છે. તેથી, આ ‘પુનરુક્ત’ નિગ્રહસ્થાન ‘નિરર્થક' નિગ્રહસ્થાનથી ભિન્ન નથી.
94. पर्षदा विदितस्य वादिना त्रिरभिहितस्यापि यदप्रत्युच्चारणं
For Private & Personal Use Only
www.jainelibrary.org