________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ -
૨૭૩ નિગ્રહસ્થાન થાય. ઉદાહરણ – “શબ્દ અનિત્ય છે કારણ કે તે ઇન્દ્રિયગ્રાહ્ય છે” એમ વાદીએ કહેતાં પ્રતિવાદીએ પહેલાંની જેમ સામાન્ય દ્વારા વ્યભિચારની આપત્તિ આપી, એટલે વાદી જો કહે, “ઠીક છે, સામાન્ય ઇન્દ્રિયગ્રાહ્ય હોવા છતાં પણ નિત્ય છે પરંતુ સામાન્ય તો સર્વગત (સર્વવ્યાપી) છે જ્યારે શબ્દ તો અસર્વગત છે” તો “શબ્દ અનિત્ય છે એવી પૂર્વપ્રતિજ્ઞા કરનારો આ વાદી “શબ્દ સર્વગત છે' એવી બીજી પ્રતિજ્ઞા કરતો પ્રતિજ્ઞાન્તર નિગ્રહસ્થાનથી નિગૃહીત થાય છે.
આ પ્રતિજ્ઞાન્તર પણ પ્રતિજ્ઞાાનિ જેમ ઉચિત નથી, કારણ કે પ્રતિજ્ઞાન્તર પણ અનેક નિમિત્તોથી થવું સંભવે છે. વળી, જ્યારે પક્ષત્યાગ બન્નેમાં સમાન છે તો પ્રતિજ્ઞાાનિથી આ પ્રતિજ્ઞાન્તરમાં ભેદ કેવી રીતે હોઈ શકે? જેમ પ્રતિદષ્ટાન્તના ધર્મને સ્વદષ્ટાન્તમાં સ્વીકારવાથી પક્ષનો ત્યાગ થાય છે તેમ પ્રતિજ્ઞાન્તરથી પણ પક્ષનો ત્યાગ થાય છે. અને જેમ સ્વપક્ષની સિદ્ધિ માટે પ્રતિજ્ઞાન્તરનું વિધાન કરવામાં આવે છે (આશરો લેવામાં આવે છે) તેમ શબ્દાનિયત્વની સિદ્ધિ માટે ભ્રાન્તિવશે “શબ્દ પણ સામાન્યની જેમ નિત્ય હો” એવો સ્વીકાર કરવામાં આવે છે. વળી, જેમ પોતાના પક્ષમાં પ્રતિપક્ષના ધર્મનો સ્વીકાર કરવા જેવું વિરોધી યા વિચિત્ર કાર્ય અભ્રાન્ત પુરુષ કરતો નથી તેમ સ્વપક્ષની સિદ્ધિ માટે પ્રતિજ્ઞાન્તરનો આશરો લેવા જેવું વિરોધી યા વિચિત્ર કાર્ય પણ અબ્રાન્ત પુરુષ કરતો નથી.
જો કહેવામાં આવે કે પ્રતિજ્ઞાાનિ અને પ્રતિજ્ઞાન્તર બન્નેમાં પક્ષત્યાગ સમાનપણે હોવા છતાં નિમિત્તભેદે તેમનો ભેદ છે તો કહેવું જોઈએ કે એમ માનતાં તમે ન સ્વીકારેલાં નિગ્રહસ્થાનોને તમારે સ્વીકારવાં પડશે. જો તમે કહેશો કે અસ્વીકૃતનો સ્વીકૃતમાં જ સમાવેશ થઈ જાય છે તો અમે પણ કહીશું કે આ જ તર્કથી તમારે પ્રતિજ્ઞાન્તરનો સમાવેશ પ્રતિજ્ઞાાનિમાં માનવો જોઈએ.
82. “ત ત્વો વિરોધઃ પ્રતિજ્ઞાવિરોધઃ” [ચાયતૂ. ૧ર.૪] નામ निग्रहस्थानं भवति । यथा गुणव्यतिरिक्तं द्रव्यं रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धेरिति । सोऽयं प्रतिज्ञाहेत्वोविरोधः-यदि गुणव्यतिरिक्तं द्रव्यं कथं रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धिः ?, अथ रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धिः कथं गुणव्यतिरिक्तं द्रव्यमिति ?, तदयं प्रतिज्ञाविरुद्धाभिधानात् पराजीयते । तदेतदसङ्गतम् । यतो हेतुना प्रतिज्ञायाः प्रतिज्ञात्वे निरस्ते प्रकारान्तरतः प्रतिज्ञाहानिरवेयमुक्ता स्यात्, हेतुदोषो वा विरुद्धतालक्षणः, न प्रतिज्ञादोष રૂતિ રૂ I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org