________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
કેવળ વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ નિગ્રહસ્થાન નથી.(૩૪) 78. विपरीता कुत्सिता विगर्हणीया प्रतिपत्तिः 'विप्रतिपत्तिः 'साधनाभासे साधनबुद्धिर्दूषणाभासे च दूषणबुद्धिः । अप्रतिपत्तिस्त्वारम्भविषयेऽनारम्भः । स च साधने दूषणं दूषणे चोद्धरणं तयोरकरणम् 'अप्रतिपत्तिः ' । द्विधा हि वादी पराजीयते - यथाकर्तव्यमप्रतिपद्यमानो विपरीतं वा प्रतिपद्यमान इति । विप्रतिपत्त्यप्रतिपत्ती एव 'विप्रतिपत्त्यप्रतिपत्तिमात्रम्' 'न' पराजयहेतुः किन्तु स्वपक्षस्यासिद्धिरेवेति । विप्रतिपत्त्यप्रतिपत्त्योश्च निग्रहस्थानत्वनिरासात् तद्भेदानामपि निग्रहस्थानत्वं निरस्तम् ।
78. વિપરીત કુત્સિત વિગર્હણીય પ્રતિપત્તિને અર્થાત્ અવળી સમજને વિપ્રતિપત્તિ કહે છે. આમ સાધનાભાસને સાધન સમજવું કે દૂષણાભાસને વાસ્તવિક દૂષણ સમજવું એ વિપ્રતિપત્તિ છે. જે કરવું જોઈએ તે ન કરવું અર્થાત્ પરપક્ષના સાધનને દૂષિત ન ક૨વું અને સામી વ્યક્તિએ (૫૨૫ક્ષે) પોતાના સાધનમાં જણાવેલા દોષોનો ઉદ્ધાર ન કરવો તે અપ્રતિપત્તિ છે. વાદીનો પરાજય બે રીતે થાય છે— પોતાએ જે કરવું જોઈએ તે ન કરવાથી અને પોતાએ જે કરવું કે સમજવું જોઈએ તેનાથી વિપરીત કરવા કે સમજવાથી, આ જ અપ્રતિપત્તિ અને વિપ્રતિપત્તિ છે. કેવળ વિપ્રતિપત્તિ અને કેવળ અપ્રતિપત્તિ પરાજયનું કારણ નથી કિન્તુ સ્વપક્ષની અસિદ્ધિ જ પરાજયનું કારણ છે. આમ અહીં વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિની નિગ્રહસ્થાનતાનો નિષેધ કરાયો છે, અને પરિણામે વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિના ભેદોની નિગ્રહસ્થાનતાનો પણ નિષેધ થઈ गयो छे.
૨૬૯
"
79. ते च द्वाविंशतिर्भवन्ति । तद्यथा - १ प्रतिज्ञाहानिः २ प्रतिज्ञान्तरम्, ३ प्रतिज्ञाविरोधः ४ प्रतिज्ञासंन्यासः, ५ हेत्वन्तरम्, ६ अर्थान्तरम् ७ निरर्थकम् ८ अविज्ञातार्थम् ९. अपार्थकम् १० अप्राप्तकालम्, ११ न्यूनम्, १२ अधिकम्, १३ पुनरुक्तम्, १४ अननुभाषणम्, १५ अज्ञानम्, १६ अप्रतिभा, १७ विक्षेपः, १८ मतानुज्ञा, १९ पर्यनुयोज्योपेक्षणम्, २० निरनुयोज्यानुयोगः, २१ अपसिद्धान्तः, २२ हेत्वाभासाश्चेति । अत्राननुभाषणमज्ञानमप्रतिभा विक्षेपः पर्यनुयोज्योपेक्षणमित्यप्रतिपत्तिप्रकाराः । शेषा विप्रतिपत्तिभेदाः ।
20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org