________________
૨ ૬ ૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા 71. ननु छलजातिप्रयोगोऽसदुत्तरत्वाद्वादे न भवति, जल्पे तु तस्यानुज्ञानादस्ति वादजल्पयोर्विशेषः । यदाह
"दुःशिक्षितकुतांशलेशवाचालिताननाः । शक्याः किमन्यथा जेतुं वितण्डाटोपपण्डिताः ॥ गतानुगतिको लोकः कुमार्गं तत्प्रतारितः ।।
मा गादिति च्छलादीनि प्राह कारुणिको मुनिः" ॥ इति । नैवम् । असदुत्तरैः परप्रतिक्षेपस्य कर्तुमयुक्तत्वात्। न ह्यन्यायेन जयं यशो धनं वा महात्मानः समीहन्ते । अथ प्रबलप्रतिवादिदर्शनात् तज्जये धर्मध्वंससम्भावनात्, प्रतिभाक्षयेण सम्यगुत्तरस्याप्रतिभासादसदुत्तरैरपि पांशुभिरिवावकिरनेकान्तपराजयाद्वरं सन्देह इति धिया न दोषमावहतीति चेत्; न, अस्यापवादिकस्य जात्युत्तरप्रयोगस्य कथान्तरसमर्थनसामर्थ्याभावात् । वाद एव द्रव्यक्षेत्रकालभावानुसारेण यद्यसदुत्तरं कथञ्चन प्रयुञ्जीत किमेतावता कथान्तरं प्रसज्येत? । तस्माज्जल्पवितण्डानिराकरणेन वाद एवैकः कथाप्रथां लभत इति स्थितम् ॥३०॥
71. શંકાછલ અને જાતિનો પ્રયોગ અસત્ ઉત્તર હોવાથી વાદમાં કરાતો નથી પરંતુ જલ્પમાં તો તેમના પ્રયોગની અનુમતિ આપવામાં આવી છે. આ કારણે વાદ અને જલ્પમાં ભેદ છે. કહ્યું પણ છે, “જેઓ દુઃશિક્ષિત હોવાના કારણે, શીખેલા થોડાક કુતર્કો વડે મુખથી વાચાળતાનું પ્રદર્શન કરે છે અને વિતંડાનો આડંબર કેમ કરવો એ ખૂબ જાણે છે તેવાઓને અન્યથા (અર્થાત છલ અને જાતિના પ્રયોગ વિના) શું જીતી શકાય? [કદાપિ જીતી ન શકાય.] સામાન્ય જનો તો ગતાનુગતિક હોય છે એટલે તેઓ આ વૈતડિક કુતાર્કિકોથી છેતરાઈને કુમાર્ગે ન વળી જાય તે ખાતર દયાળુ મુનિ અક્ષપાદે છલ વગેરેनो ७५हेश माप्यो छ.' [न्यायमरी, पृ. ११]
સમાધાન – આ પ્રમાણે કહેવું યોગ્ય નથી કારણ કે અસત્ ઉત્તરો વડે પરપક્ષનું નિરસન કરવું ઉચિત નથી. મહાત્મા પુરુષ અન્યાય દ્વારા વિજય, યશ કે ધન પ્રાપ્ત કરવાની ઇચ્છા કરતા નથી.
શંકા – જો એક બાજુ પ્રતિવાદી પ્રબળ જણાય અને તેના વિજયી થવાથી ધર્મનો નાશ થવાની સંભાવના હોય અને બીજી બાજુ આપણી પ્રતિભા મારી જાય અને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org