________________
૨૩૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા वा भवन्ति । यदोभयवाद्यसिद्धत्वेन विवक्ष्यन्ते तदोभयासिद्धा भवन्ति ।।१९।।
43. ‘એમનામાં (ત્તેપુ) જ' એટલે વાઘસિદ્ધ, પ્રતિવાઘસિદ્ધ અને ઉભયાસિદ્ધમાં જ [વિશેષ્યાસિદ્ધ વગેરેનો સમાવેશ થઈ જાય છે.] તેમનાં ઉદાહરણો આપવામાં આવે
(૧) વિશેષ્યાસિદ્ધ– શબ્દ અનિત્ય છે કારણ કે તે સામાન્ય(શબ્દત)વાળો હોતાં ચાક્ષુષ છે (સામાન્યવત્તેતિ રાક્ષુષત્વા). કારણ કે તે સામાન્યવાળો હોતાં (સામાન્યવત્વે સતિ) ચાક્ષુષ છે (વાક્ષુષત્વાએ આખો હેતુ છે. તેમાં “સામાન્યવાળો હોતાં એ વિશેષણ છે અને “ચાક્ષુષત્વ' એ વિશેષ છે. આ વિશેષણ અને વિશેષ્ય એ બે અંશોમાંથી વિશેષ અસિદ્ધ છે. શબ્દમાં ચાક્ષુષત્વની સત્તા નથી. માટે તેને વિશેષ્યાસિદ્ધ માનવામાં આવેલો
(૨) વિશેષણાસિદ્ધ– શબ્દ અનિત્ય છે, કારણ કે ચાક્ષુષ હોતાં સામાન્યવિશેષ(અપરસામાન્ય શબ્દત્વોવાળો છે (વાસુષત્વે સતિ સામાન્યવિશેષવા). અહીં આખા હેતુમાં “ચાક્ષુષ હોતાં એ વિશેષણ છે અને સામાન્યવિશેષવત્ત્વ એ વિશેષ્ય છે. તેમાંથી
ચાક્ષુષ હોવાપણું’ એ વિશેષણ શબ્દમાં અસિદ્ધ છે. માટે આ આખા હેતુનેવિશેષણાસિદ્ધ . માનવામાં આવ્યો છે. . (૩) ભાગાસિદ્ધ–શબ્દ અનિત્ય છે કારણ કે તે પ્રયત્નજન્ય (પ્રયત્નાનત્તરીયક) છે. અહીં “પ્રયત્નજન્યત્વ' હેતુ કેટલાક શબ્દોમાં મનુષ્ય ઉચ્ચારિત શબ્દોમાં) સિદ્ધ છે પરંતુ કેટલાક શબ્દોમાં (વીજળી, મેઘ આદિના શબ્દોમાં) અસિદ્ધ છે. તેથી આ હેતુ ભાગાસિદ્ધ કે એકદેશાસિદ્ધ છે.
(૪) આશ્રયાસિદ્ધ –પ્રધાન (પ્રકૃતિ) છે કારણ કે તે વિશ્વનું પરિણામિકારણ છે. [અહીં આપેલા હેતુનો આશ્રય પ્રધાન સાંખ્ય સિવાય બધાને અસિદ્ધ છે.]
(૫) આશ્રયંકદેશાસિદ્ધ – પ્રધાન, પુરુષ અને ઈશ્વર નિત્ય છે, કારણ કે તેઓ અકૃતક છે. [અહીં આપેલા હેતુના આશ્રયનો એક દેશ નૈયાયિકોને માટે અસિદ્ધ છે કારણ કે તેમના માટે પ્રધાન અસિદ્ધ છે; અહીં આપેલા હેતુના આશ્રયનો એક દેશ સાંખ્યો માટે પણ અંસિદ્ધ છે કારણ કે તેમના માટે ઈશ્વર અસિદ્ધ છે.]
(૬) વ્યર્થવિશેષ્યાસિદ્ધ– શબ્દ અનિત્ય છે કારણ કે તે કૃતક હોતાં સામાન્યવાનું છે. [અહીં કારણ કે તે કૃતક છે એટલો હેતુ જપર્યાપ્ત છે, સામાન્યવા હેતુભાગ નિરર્થક છે. પૂર્વભાગ વિશેષણ છે. ઉત્તરભાગ વિશેષ્ય છે, અને તે વ્યર્થ છે. તેથી આ હેત્વાભાસ વ્યર્થવિશેષ્યાસિદ્ધ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org