SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૮ હેમચન્દ્રાચાર્યકુત પ્રમાણમીમાંસા વચન એ તો ઉપચારથી પરાથનુમાન છે. (૨) 4. अचेतनं हि वचनं न साक्षात्प्रमितिफलहेतुरिति न निरुपचरितप्रमाणभावभाजनम्, मुख्यानुमानहेतुत्वेन तूपचरितानुमानाभिधानपात्रतां प्रतिपद्यते। उपचारश्चात्र कारणे कार्यस्य । यथोक्तसाधनाभिधानात् तद्विषया स्मृतिरुत्पद्यते, स्मृतेश्चानुमानम्, तस्मादनुमानस्य परम्परया यथोक्तसाधनाभिधानं कारणम्, तस्मिन् कारणे वचने कार्यस्यानुमानस्योपचारः समारोपः क्रियते । ततः समारोपात् कारणं वचनमनुमानशब्देनोच्यते । कार्ये वा प्रतिपादकानुमानजन्ये वचने कारणस्यानुमानस्योपचारः । वचनमौपचारिकमनुमानं न मुख्यमित्यर्थः । 4. વચન અચેતન (જડ) છે. તેથી તે પ્રમિતિરૂપ ફળનું સાક્ષાત્ કારણ નથી, પરિણામે તે મુખ્યપણે નિરુપચરિત) પ્રમાણ બની શકે નહિ પરંતુ મુખ્ય અનુમાનનું તે વચન કારણ હોવાથી તેમાં ગૌણપણે “અનુમાન'શબ્દવાચ્યતાની પાત્રતા આવે છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર (આરોપ) છે. પૂર્વે જણાવ્યા મુજબના સાધનના વચનથી તદ્વિષયક સ્મૃતિ (અર્થાત્ સાધ્યાવિનાભાવવાળા સાધનની સ્મૃતિ) જન્મે છે, તે સ્મૃતિથી અનુમાન જન્મે છે, તેથી પૂર્વે જણાવ્યા મુજબના સાધનનું વચન (અભિધાન) પરંપરાથી અનુમાનનું કારણ છે, તે કારણરૂપ વચનમાં કાર્યરૂપ અનુમાનનો ઉપચાર (સમારોપ) કરવામાં આવે છે. તે ઉપચાર(સમારોપ)ને લીધે કારણરૂપ વચન “અનુમાન' શબ્દનું વાચ્ય બને છે. અથવા કાર્યમાં અર્થાત્ પ્રતિપાદક વ્યક્તિના સ્વાર્થનુમાનથી ઉત્પન્ન થયેલા વચનમાં કારણરૂપ અનુમાનનો ઉપચાર (આરોપ) કરવામાં આવે છે. વચન ગૌણ અર્થમાં અનુમાન છે, મુખ્ય અર્થમાં નથી. 5. इह च मुख्यार्थबाधे प्रयोजने निमित्ते चोपचार: प्रवर्तते। तत्र मुख्योऽर्थः .- साक्षात्प्रमितिफलः सम्यगर्थनिर्णयः प्रमाणशब्दसमानाधिकरणस्य परार्थानुमानशब्दस्य, तस्य बाधा, वचनस्य निर्णयत्वानुपपत्तेः । प्रयोजनम् अनुमानावयवाः प्रतिज्ञादय इति शास्त्रे व्यवहार एव, निर्णयात्मन्यनंशे तद्व्यवहारानुपपत्तेः । निमित्तं तु निर्णयात्मकानुमानहेतुत्वं वचनस्येति ॥२॥ ત થ ારા 5. જયારે મુખ્યાર્થ બાધિત થતો હોય, કંઈક પ્રયોજન હોય અને કંઈક નિમિત્ત હોય ત્યારે ઉપચાર પ્રવૃત્ત થાય છે યા ઉપચાર કરવામાં આવે છે. “પ્રમાણ’ શબ્દ સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy