________________
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા सुनिश्चिताऽसम्भवद्बाधकप्रमाणत्वेन सुखादाविव सत्त्वनिश्चयात्तत्र संशयायोगात् ।
66. સમાધાન - ના એવું નથી, કારણ કે માનસ પ્રત્યક્ષમાં ભાવરૂપ ધર્મી ગૃહીત થાય છે એવું પ્રતિપાદન થયું છે, સ્વીકારાયું છે. ભાવરૂપ ધર્મી સિદ્ધ થતાં ધર્મીનું સત્ત્વ ગૃહીત થઈ જવાથી અનુમાનપ્રયોગ વ્યર્થ થઈ જશે એમ ન માનવું કારણ કે પોતે સ્વીકારેલ સત્ત્વને પણ જીદ યા હઠના કારણે કોઈ ન માનતો હોય તો તેને માટે અનુમાનનો પ્રયોગ કરવો વ્યર્થ નથી, સફળ છે.
૨૧૨
શંકા – માનસ પ્રત્યક્ષ દ્વારા ખરવિષાણ આદિના અસ્તિત્વની પણ સંભાવના હોતાં અતિપ્રસંગદોષની આપત્તિ આવશે.
સમાધાન · આ દોષ નહિ આવે કારણ કે ખવિષાણનું માનસ પ્રત્યક્ષ એવી કે વસ્તુને વિષય કરે છે જેની સત્તા બાધક પ્રમાણથી ખંડિત છે, તેથી તે માનસ પ્રત્યક્ષ નથી પણ માનસ પ્રત્યક્ષાભાસ છે.
શંકા [જો એવું છે તો છઠ્ઠા ભૂતનું માનસ પ્રત્યક્ષ પણ માનસ પ્રત્યક્ષાભાસ ગણાય.] તો પછી છઠ્ઠું ભૂત આદિ ધર્મી કેવી રીતે બની શકે ?
—
સમાધાન ધર્મીના પ્રયોગ વખતે બાધક જ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેથી ધર્મીમાં સત્ત્વની સંભાવના ઘટે છે. સાધક પ્રમાણ ન હોવાથી સર્વજ્ઞ આદિના સત્ત્વનો (અસ્તિત્વનો) સંદેહ થાય છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે જેમ સુખ-દુઃખ વગેરેના સત્ત્વમાં બાધક પ્રમાણનો અભાવ સુનિશ્ચિત હોવાથી તેમનું સત્ત્વ છે જ, તેમાં સંશય થતો નથી, તેમ સર્વજ્ઞ વગેરેની બાબતમાં પણ તેમના સત્ત્વમાં બાધક પ્રમાણનો અભાવ સુનિશ્ચિત હોવાથી તેમનું સત્ત્વ છે જ, તેમાં સંદેહ શક્ય નથી.
67. સમસિદ્ધો ધર્મી યથા નિત્ય: શબ્દ કૃતિ । નહિ પ્રત્યક્ષાवग्दर्शिभिरनियतदिग्देशकालावच्छिन्नाः सर्वे शब्दा: शक्या निश्चेतुमिति शब्दस्य प्रमाणबुद्ध्युभयसिद्धता तेनानित्यत्वादिर्धर्मः प्रसाध्यत इति ॥१७॥
67. ‘શબ્દ અનિત્ય છે' આ ઉભયસિદ્ધ ધર્મનું ઉદાહરણ છે. સામાન્ય જનો સર્વ દેશ અને સર્વ કાળના બધા શબ્દોને પ્રત્યક્ષ દ્વારા નિશ્ચિતરૂપે જાણી શકતા નથી, [તેઓ તો કેવળ વર્તમાન અને ઇન્દ્રિયસમ્બદ્ધ શબ્દોને જ પ્રત્યક્ષ વડે નિશ્ચિતરૂપે જાણે]. એટલે તેમની બાબતમાં ધર્મી શબ્દ વિકલ્પબુદ્ધિસિદ્ધ પણ છે અને પ્રમાણસિદ્ધ પણ છે અર્થાત્ છે ઉભયસિદ્ધ છે. તેથી ઉભસિદ્ધ ધર્મી શબ્દમાં અનિત્યત્વ ધર્મ સિદ્ધ કરવામાં આવે છે.(૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org