________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૦૧
વહી આવેલ શેવાળ, ફળ, ઘાસપાંદડાં, આદિથી વ્યાપ્ત હોય તો તે નદીપૂર વિશિષ્ટ (વિશેષતાવાળું) જાણવું. નદીપૂરની આવી વિશેષતા ન જણાય એવું તો નથી જ’ [ન્યાયમંજરી, પૃ. ૧૩૦]. ધૂમ અગ્નિનું કાર્ય છે અને પ્રાણાદિ ચૈતન્યનું કાર્ય છે એનો નિશ્ચય કરવો કઠિન નથી. કહ્યું પણ છે, “ધૂમ અગ્નિનું કાર્ય છે કારણ કે તેમાં કાર્યનો ધર્મ રહેલો છે ધૂમ કારણ (અગ્નિ) હોતાં હોય છે અને કારણના (અગ્નિના) અભાવમાં ધૂમ હોતો નથી જ. જો ધૂમ અગ્નિના અભાવમાં પણ હોય તો ધૂમ પોતાના અગ્નિકાર્યત્વનું ઉલ્લંઘન કરે અર્થાત્ અગ્નિનું કાર્ય જન રહે.” [પ્રમાણવાર્તિક, ૧.૩૫].
45. कारणाभावेऽपि कार्यस्य भावे अहेतुत्वमन्यहेतुत्वं वा भवेत् । अहेतुत्वे सदा सत्त्वमसत्त्वं वा भवेत् । अन्यहेतुत्वे दृष्टादन्यतोऽपि भवतो न दृष्टजन्यता अन्याभावेऽपि दृष्टाद्भवतो नान्यहेतुकत्वमित्यहेतुकतैव स्यात् । तत्र चोक्तम्- “यस्त्वन्यतोऽपि भवन्नुपलब्धो न तस्य धूमत्वं हेतुभेदात् । कारणं च वह्निर्धूमस्य इत्युक्तम् ।"
अपि च
-
"अग्निस्वभावः शक्रस्य मूर्द्धा यद्यग्निरेव सः । अथानग्निस्वभावोऽसौ યૂમસ્તત્ર વયં મવેત્ ।'' [પ્રમાળવા. ૨.રૂ૭]
કૃત્તિ
45. કારણના અભાવમાં પણ કાર્ય થતું હોય તો તે કાર્ય કાં તો નિર્હેતુક હોય કાં તો અન્યહેતુક હોય. જો તે નિર્દેતુક હોય તો તેનું અસ્તિત્વ સદા હોય યા તો તેનું નાસ્તિત્વ સદા હોય. જો તે અન્યહેતુક હોય તો તે દૃષ્ટ કારણથી ભિન્ન અન્ય કારણથી જન્ય હોય યા તો અન્ય કારણના અભાવમાં દૃષ્ટ કારણથી જન્ય હોય. દૃષ્ટ કારણથી ભિન્ન અન્ય કારણથી જન્ય હોય તો તે દૃષ્ટ કારણથી જન્ય નહિ બને અને અન્ય કારણના અભાવમાં દૃષ્ટ કારણથી તે જન્ય હોય તો અન્ય કારણથી તે જન્ય નહિ બને, પરિણામે તે નિર્હેતુક બની જવાની આપત્તિ આવે જ. કહ્યું પણ છે, “જેની ઉત્પત્તિ અન્ય (અગ્નિથી અન્ય) કારણથી પણ થતી દેખાતી હોય તે વસ્તુતઃ ધૂમ જ નથી કારણ કે તેનું કારણ [અગ્નિ નથી પણ] બીજું છે. ધૂમનું કારણ તો અગ્નિ છે.” [અર્થાત્ એ નિશ્ચિત છે કે ધૂમની ઉત્પત્તિ અગ્નિથી જ થાય છે, આવી સ્થિતિમાં જે અગ્નિ સિવાય બીજા કોઈ કારણથી ઉત્પન્ન થતું હોય તેને ધૂમ સમજવો ન જોઈએ.] અને કહ્યું પણ છે, “રાફડો જો અગ્નિસ્વભાવ છે તો તે અગ્નિ જ છે. જો તે અગ્નિસ્વભાવ નથી અર્થાત્ અગ્નિ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org