________________
૧૯૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા तस्य कारणमित्यदोषः । यथैव हि किञ्चित् कारणमुद्दिश्य किञ्चित्कार्यम्, तथैव किञ्चित् कार्यमुद्दिश्य किञ्चित् कारणम् । यद्वदेवाजनकं प्रति न कार्यत्वम्, तद्वदेवाजन्यं प्रति न कारणत्वमिति नानयोः कश्चिद्विशेषः । अपि च रसादेकसामग्रयनुमानेन रूपानुमानमिच्छता न्यायवादिनेष्टमेव कारणस्य हेतुत्वम् । यदाह
"एकसमाग्यधीनस्य रूपादे रसतो गतिः । દેતુધર્માનુમાન પૂનવિરવત્ ” [અમાળવા. ૨. ૨૦] રૂતિ !
42. (૨) કારણહેતુ – ધૂમમાં બાષ્પ કે મચ્છરોના સમૂહનો સંદેહ થાય ત્યારે ધૂમનું નિશ્ચયાત્મક જ્ઞાન કરવા માટે અગ્નિ હેતુ છે, અથવા વૃષ્ટિનું નિશ્ચયાત્મક જ્ઞાન કરવા માટે વિશિષ્ટ વાદળોનું ચડી આવવું તે હેતુ છે. વિશિષ્ટ વાદળોને ચડી આવેલાં જોઈને વરસાદનું અનુમાનતો બાળકો, ગોવાળિયા, ઘેટાંબકરાં ચરાવનારા અને સ્ત્રીઓ પણ કરે છે એ તો સૌને જાણીતી વાત છે, તો પછી સૂક્ષ્મદર્શી બૌદ્ધ તર્કશાસ્ત્રી ધર્મકીર્તિ તેને હેતુ તરીકે કેમ સ્વીકારતા નથી? કારણવિશેષને દેખીને કાર્યોછુકો પ્રવૃત્તિ કરે છે. હા, વિશેષ તેને સમજવો જોઈએ જેના હોતાં કાર્ય અવશ્ય થાય.
શંકા – કારણતાના નિશ્ચયથી જ પ્રવૃત્તિ થાય છે.
સમાધાન–કારણવિશેષનો નિશ્ચય પ્રત્યક્ષ દ્વારા ભલે થઈ જાય પરંતુ ભવિષ્યમાં થનારા ફળનો (કાર્યનો) નિશ્ચય તો અનુમાન સિવાય બીજા કશાથી થઈ શકે નહિ. ક્યાંક ક્યાંક કારણ હોવા છતાં પણ કાર્ય ઉત્પન્ન થતું નથી, એવો વ્યભિચાર દેખી તેને આધારે જ બધાં કારણોને અહેતુ માનવામાં આવે તો કાર્ય પણ અહેતુ બની જશે અર્થાત કાર્યોતનો પણ અસ્વીકાર કરવો પડશે. જો કહેવામાં આવે કે કાર્યનો કારણ સાથે વ્યભિચાર કદી હોતો નથી – કાર્યનો કારણ સાથે અવિનાભાવ હોય છે જ – અને ધૂમ તરીકે સમજવામાં આવેલા બાષ્પ આદિ જે વ્યભિચારી જણાય છે તે હકીકતમાં કાર્યો જ નથી, તો આ જ તર્ક કારણહેતુની બાબતમાં પણ સ્વીકારવો જોઈએ. જે કારણથી જે કાર્ય ઉત્પન્ન ન થાય તે કારણ વાસ્તવમાં તે કાર્યનું નથી જ. એટલે અહીં કારણહેતુની બાબતમાં પણ કોઈ દોષ નથી. જેમ અમુક કારણને અનુલક્ષી અમુક કાર્ય છે તેમ અમુક કાર્યને અનુલક્ષી અમુક કારણ છે. જેમાં અજનકની અપેક્ષાએ કાર્યત્વ નથી માનવામાં આવતું તેમ અજન્યની અપેક્ષાએ કારણત્વ પણ નથી માનવમાં આવતું, તાત્પર્ય એ છે કે જે વસ્તુ નિયમઃ જે કારણથી ઉત્પન્ન થાય છે તે વસ્તુ જ તેનું કાર્ય કહેવાય છે. જો તે કારણના હોવા છતાં પણ તે વસ્તુ ઉત્પન્ન થતી ન હોય તો તે વસ્તુ તેનું કાર્ય ન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org