________________
૧૯૬
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા વિદ્યમાન છે. તે બાધક પ્રમાણના બળે જ વ્યક્તિ સિદ્ધ થઈ જાય છે. કિહેવાનો આશય
એ છે કે શબ્દ ઉચ્ચારણ પહેલાં શ્રાવ્ય ન હતો, ઉચ્ચારણ કરતાં જ શ્રાવ્ય બની ગયો. નિત્ય વસ્તુમાં આ પ્રકારનું અવસ્થાન્તર સંભવતું નથી. આ બાધક પ્રમાણના બળે
શ્રાવણત્વ' હેતુની “અનિયત્વ' સાધ્ય સાથે વ્યામિ સિદ્ધ થાય છે.] “બધી વસ્તુઓ ક્ષણિક છે કારણ કે તે બધી સત છે.' અહીં સત્ત્વ હેતુ સપક્ષમાં રહેતો નથી તેમ છતાં તેની વ્યાપ્તિ સાધ્ય ક્ષણિકત્વ સાથે બૌદ્ધો સ્વીકારે છે. કેવલ “સત્ત્વ જ એકમાત્ર એવો હેતુ છે જે અસાધારણ હોવા છતાં સાધ્યનો મકબને છે, એવું નથી. અન્યથા સત્ત્વના વિશેષો જેવા કે ઉત્પત્તિમત્વ, કૃતકત્વ, પ્રયત્નાનત્તરીયકત્વ અને પ્રત્યયભેદભેદિત્ય વગેરે હેતુઓ અહેતુઓ બની જવાની આપત્તિ આવશે. વળી, અસાધારણ હેતુ તમે બૌદ્ધો કોને કહો છો? જો કેવળ પક્ષમાં જ રહેવું એ હેતુની અસાધારણતા હોય તો બધી વસ્તુઓની ક્ષણિકતા સિદ્ધ કરવા માટે તમે બૌદ્ધોએ આપેલો “સત્ત્વ' હેતુ સમાનયુક્તિથી અસાધારણ છે. જો તમે સાધ્ય ધર્મવાળા પક્ષને જ સપક્ષ માની હેતુનું સપક્ષસત્ત્વ લક્ષણ ઘટાવતા હો તો અહીં પણ તેવું માનવામાં તમને બૌદ્ધોને કેમ છે? અને જો તમે બૌદ્ધો આગ્રહ રાખતા હો કેસપક્ષ તો પક્ષથી ભિન્ન જ હોવો જોઈએ તો “વજ લોહલખ્ય છે, કારણ કે તે પાર્થિવ છે, કાષ્ઠની જેમ આ અનુમાનમાં પાર્થિવત્વ હેતુ વજમાં લોહલખ્યતાનો ગમક બનવો જોઈએ કેમ કે અહીં પક્ષથી ભિન્ન સપક્ષમાં તેનું સત્ત્વ છે]. જો તમે કહો કે પાર્થિવત્વ હેતુનો લોપલેખ્યતા સાધ્ય સાથે અવિનાભાવ નથી, એ કારણે પાર્થિવત્વ હેતુ લોહલખ્યતાનો ગમક બનતો નથી, તો પછી તમારે બૌદ્ધોએ સાધ્યાવિનાભાવને જ હેતુનું લક્ષણ માનવું જોઈએ, સિપક્ષસત્ત્વનેતુનું લક્ષણ ન માનવું જોઈએ.]
બૌદ્ધ– જિો સાધ્યાવિનાભાવને જહેતનું લક્ષણ માનવામાં આવે અને પક્ષસત્ત્વ ન હોવા છતાં હેતુને ગમક માનવામાં આવે તો પક્ષધર્મતા વિના પણ હેતુ ગમન બાની જશે.
હેમચન્દ્રાચાર્ય-જો હેતુમાં સાધ્યાવિનાભાવ હોય તો ભલે પક્ષધર્મતા વિના હેતુ ગમક બનતો. પક્ષધર્મતા ન હોવા છતાં કૃત્તિકોદય હેતુ શકટોદય સાધ્યનો ગમક બને છે અને સંવાદક ઉપદેશરૂપ હેતુ સર્વજ્ઞના સદ્દભાવરૂપ સાધ્યનો ગમક બને છે, કારણ કે આ બન્ને હેતુઓમાં પક્ષધર્મતા નથી પરંતુ સાધ્યાવિનાભાવ તો છે જ.] “મહેલ ધવલ છે કારણ કે કાગડો કાળો છે અહીં “કાગડાનું કાળાપણું' હેતુ પક્ષમાં (મહેલમાં) ન રહેતો હોવાના કારણે સાધ્ય(ધવલતા)નો અગમક નથી પરંતુ તેનો સાધ્ય સાથે અવિનાભાવ ન હોવાના કારણે તે સાધ્યનો અગમક છે; સાધ્ય (ધવલસા) વિના પણ તેનું હોવું ઘટતું હોઈ તે અનૈકાન્તિક છે એટલે તે સાધ્યનો ગમક નથી. તેવી જ રીતે “શબ્દ અનિત્ય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org