________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૮૯
‘જ’ (વ) વડે અવધારણ કરીને વિપક્ષના એક ભાગમાં (અર્થાત્ કેટલાક વિપક્ષોમાં) રહેનાર સાધારણ અવૈકાન્તિક હેત્વાભાસની વ્યાવૃત્તિ કરવામાં આવી છે. પ્રયત્નાનન્તરીયકત્વ (પ્રયત્નજન્યત્વ) સાધ્યને સિદ્ધ કરવા આપવામાં આવેલો અનિત્યત્વ હેતુ વિપક્ષના એક ભાગ વીજળી વગેરેમાં રહે છે, વિપક્ષના અન્ય ભાગ આકાશ આદિમાં રહેતો નથી. એટલે અહીં અનિત્યત્વ હેતુ વિપક્ષના એક ભાગમાં રહેનાર સાધારણ અનૈકાન્તિક હેત્વાભાસ છે. તેથી ‘અસત્ત્વ જ' એમ કહેતાં આવા હેત્વાભાસની વ્યાવૃત્તિ થઈ જાય છે. જો અસત્ત્વ પહેલાં ‘જ’ મૂકીને અવધારણ કરવામાં આવ્યું હોત તો આવો અર્થ થાત વિપક્ષમાં જ જે નથી તે હેતુ છે. અને તો પછી પ્રયત્નાનન્તરીયકત્વ હેતુ જે સપક્ષમાં પણ નથી રહેતો તે હેતુ (સદ્વેતુ) નહિ ગણાય, ખરેખર તો તે સદ્વેતુ છે. તેથી અસત્ત્વ પહેલાં ‘જ’ (ડ્વ) મૂકીને અવધારણ કરવામાં નથી આવ્યું. ‘નિશ્ચિત’ પદ મૂકીને સન્દુિગ્ધવિપક્ષવ્યાવૃત્તિક અનૈકાન્તિક હેત્વાભાસની વ્યાવૃત્તિ કરવામાં આવી છે. [આ પુરુષ અસર્વજ્ઞ છે, કારણ કે તે વક્તા છે અનુમાનમાં આપવામાં આવેલો ‘વક્તૃત્વ’ હેતુ સન્દુિગ્ધવિપક્ષવ્યાવૃત્તિકો અનૈકાન્તિક હેત્વાભાસ છે કારણ કે તેની વિપક્ષ (સર્વજ્ઞ)માંથી વ્યાવૃત્તિ (વિપક્ષમાં ન હોવું) સન્દુિગ્ધ છે.] આમ હેતુની ત્રિરૂપતા (ત્રણ લક્ષણો ધરાવવાપણું) જ અસિદ્ધ આદિ દોષોનો પરિહાર કરવા સમર્થ છે એટલે તેનો સ્વીકાર કરવો જ યોગ્ય છે. તો પછી હેતુને એક લક્ષણવાળો સ્વીકારવાનું શું પ્રયોજન ?
-
આ
33. તદ્યુમ્, વિનામાનયનિશ્ચયાવેવ રોષત્રયપરિહારોપપત્તે । अविनाभावो ह्यन्यथानुपपन्नत्वम् । तच्चासिद्धस्य विरुद्धस्य व्यभिचारिणी वा न सम्भवति । त्रैरूप्ये तु सत्यप्यविनाभावाभावे हेतोरगमकत्वदर्शनात्. यथा स श्यामो मैत्रतनयत्वात् इतरमैत्रपुत्रवदित्यत्र । अथ विपक्षान्नियमवती व्यावृत्तिस्तत्र न दृश्यते ततो न गमकत्वम्; तर्हि तस्या एवाविनाभावरूपत्वादितररूपसद्भावेऽपि तदभावे हेतो: स्वसाध्यसिद्धि प्रति गमकत्वानिष्टौ सैव प्रधानं लक्षणमस्तु । तत्सद्भावेऽपररूपद्वयनिरपेक्षतया गमकत्वोपपत्तेश्च, यथा सन्त्यद्वैतवादिनोऽपि प्रमाणानि इष्टानिष्टसाधनदूषणान्यथानुपपत्तेः । न चात्र पक्षधर्मत्वं सपक्षे सत्त्वं चास्ति, केवलमविनाभावमात्रेण गमकत्वोपपत्तिः । ननु पक्षधर्मताऽभावे श्वेतः प्रासादः काकस्य काष्र्ण्यादित्यादयोऽपि हेतव: प्रसज्येरन्; नैवम्, अविनाभावबलेनैवापक्षधर्माणामपि गमकत्वाभ्युपगमात् । न चेह सोऽस्ति । ततोऽविनाभाव एव हेतोः प्रधानं लक्षण
1
Jain Education International 15
For Private & Personal Use Only
www.jainelibrary.org