________________
૧૮૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા શ્રાવણત્વજ હેતુ (સદ્ધતુ) બની જાત. [શબ્દ નિત્ય છે કારણ કે શ્રાવણ છે. અહીં શ્રાવણત્વ હેતુ શબ્દમાં જ (પક્ષમાં જ) રહે છે અને બીજે ક્યાંય રહેતો નથી, એટલે તે અસાધારણ હત્વાભાસ છે.] “નિશ્ચિત' પદના પ્રયોગ દ્વારા સન્દ્રિગ્ધાસિદ્ધ હેત્વાભાસો નિરસ્ત થઈ જાય છે. (૨) સપક્ષસત્ત્વ–“સપક્ષમાં જ સત્ત્વ નિશ્ચિત હોવું' એ હેતુનું બીજું લક્ષણ છે. અહીં પણ “સત્ત્વ' શબ્દને મૂકીને તેના દ્વારા વિરુદ્ધ હેત્વાભાસનું નિરાકરણ કરવામાં આવ્યું છે કારણ કે વિરુદ્ધ હેત્વાભાસ સપક્ષમાં નથી રહેતો. “સપક્ષમાં જ આ રીતે “જ' (વિ) નો પ્રયોગ કરીને સાધારણ અનૈકાન્તિક હેત્વાભાસની વ્યાવૃત્તિ કરવામાં આવી છે કારણ કે સાધારણ અને કાત્તિક હેત્વાભાસ કેવળ સપક્ષમાં જ નહિ પરંતુ વિપક્ષમાં પણ રહે છે. [ “શબ્દ નિત્ય છે કારણ કે તે પ્રમેય છે' આ અનુમાનમાં હેતુ પ્રમેયત્વ સપક્ષમાં (નિત્ય વસ્તુઓમાં) પણ રહે છે અને વિપક્ષમાં (અનિત્ય વસ્તુઓમાં) પણ રહે છે. તેથી અહીં પ્રમેયત્વ હેતુ સાધારણ અનૈકાન્તિક હેત્વાભાસ છે.] “સપક્ષમાં સત્ત્વ જ'ના બદલે “સપક્ષમાં જ સત્ત્વ આ પ્રમાણે “જનો પ્રયોગ સત્ત્વ પહેલાં કરીને એ વ્યક્ત કરવામાં આવ્યું છે કે સપક્ષમાં વ્યાપીને ન રહેનાર અર્થાત્ સપક્ષના એક ભાગમાં રહેનાર હેતુ પણ સમ્યફ હેતુ હોય છે, અર્થાત્ એ જરૂરી નથી કે હેતુએ સપક્ષમાં વ્યાપીને જ રહેવું જોઈએ. આમ કરીને પ્રયત્નાનન્તરીયકત્વ વગેરેનું સમ્યક હેતુપણું જણાવાયું છે. જો સત્ત્વ પછી “જ' (4) મૂકીને અવધારણ કરવામાં આવ્યું હોત તો તેનો અર્થ આ થાય– “સપક્ષમાં સત્ત્વ જ હેતનું લક્ષણ છે. આમ અવધારણ કરવાથી પ્રયત્નાનન્તરીયત્વજે સદ્ધતુ છે તે સદ્ધતુ ન રહેત, કારણ કે તે સપક્ષને વ્યાપીને (અર્થાત્ બધા જ સપક્ષોમાં) રહેતો નથી પણ સપક્ષના એક ભાગમાં (અમુક સપક્ષોમાં) રહે છે. [ઘટ અનિત્ય છે કારણ કે તે પ્રયત્નાનત્તરીયક (પ્રયત્નપૂર્વક, પ્રયત્નજન્યો છે. પટ, રથ વગેરે પણ અનિત્ય છે અને આકાશમાં થતી વીજળી વગેરે પણ અનિત્ય છે. એટલે પટ, રથ વગેરે પણ સપક્ષ છે અને વીજળી વગેરે પણ સપક્ષ છે. પરંતુ પ્રયત્નાનત્તરીયત્વ (પ્રયત્નજન્યત્વ)હેતુ પટ, રથ, વગેરે સપક્ષોમાં રહે છે પરંતુ વીજળી વગેરે સપક્ષોમાં રહેતો નથી. તેમ છતાં તે સદ્ધત છે.] “નિશ્ચિત' પદનો પ્રયોગ કરીને સધ્ધિાન્વય અનૈકાન્તિક હેત્વાભાસની વ્યાવૃત્તિ કરવામાં આવી છે. ઉદાહરણાર્થ, કોઈક પુરુષ સર્વજ્ઞ છે કારણ કે તે વક્તા છે.' અહીં વસ્તૃત્વ હેતુનું સપક્ષમાં અર્થાત્ સર્વજ્ઞમાં હોવું સંદિગ્ધ છે. હેતુ વક્નત્વનો સાધ્ય સર્વજ્ઞત્વ સાથે અન્વય સંદિગ્ધ છે – અર્થાત્ જયાં જયાં વસ્તૃત્વ હોય ત્યાં સર્વજ્ઞત્વ હોય એ અન્વય સંદિગ્ધ છે. (૩) વિપક્ષાસત્ત્વ– ‘વિપક્ષમાં અસત્ત્વ જ નિશ્ચિત હોવુંઆ હેતુનું ત્રીજું લક્ષણ છે. અહીં “અસત્ત્વ' શબ્દ મૂકીને વિરુદ્ધ હેત્વાભાસની વ્યાવૃત્તિ કરી છે, કારણ કે વિરુદ્ધ હેત્વાભાસનું વિપક્ષમાં અસત્ત્વ નથી હોતું – સત્વ હોય છે. “અસત્ત્વ જ એ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org